ડાયાબિટીસના દર્દીઓના ઓપરેશનમાં શું કાળજી રાખવી તેનો વલસાડ મેડિકલ કોલેજમાં રાષ્ટ્રીય કક્ષાનો પરિસંવાદ યોજાયો

વલસાડની જીએમઇઆરએસ મેડિકલ કોલેજના સર્જરી ડિપાર્ટમેન્ટ અને એસોસિએશન ઓફ સર્જન ઓફ વલસાડના ઉપક્રમે સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમમાં 9 મી જુલાઇના રોજ ‘ડાયાબિટીક ફૂટ’ વિષય પર એક શૈક્ષણિક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતુ.
જીએમઇઆરએસ કોલેજના સર્જરી વિભાગના વડા અને પ્રોજેક્ટ ચેરમેન ડો. જનક પારેખ અને સર્જન એસોસિએશનના વડા ડો. પ્રદિપ મિસ્ત્રી દ્વારા યોજાયેલા આ પરિસંવાદમાં ગુજરાતભરના જનરલ સર્જન, ઓર્થોપેડિક સર્જન અને પ્લાસ્ટીક સર્જન મળી કુલ 125 ડોક્ટરોએ ભાગ લીધો હતો. જેમાં મુખ્ય વક્તા એવા ત્રિવેન્દ્રમના ડો. અજૈયા કુમારે ફૂટ ઇન્ફેક્શનની સારવાર માટેનું માર્ગદર્શન ઓપરેશનના વિડિયો થકી આપ્યું હતુ. ડો. સંજય વૈદ્યે ડાયાબિટીશના દર્દીઓના પગમાં થતા યુક્લેર સારવારના નેગેટીવ પ્રેશર, વોન્ડ થેરેપી તેમજ લેઝર વડે સારવારની જાણકારી આપી હતી. ડો. સુમિત કાપડિયા અને ડો. ભાવેશ પટેલે જ્યારે ડાયાબિટીસના દર્દીઓને પગમાં ગેંગરીનની સંભાવના હોય ત્યારે આધુનિક પદ્ધતિથી એન્જિયોગ્રાફી અને એન્જોપ્લાસ્ટી કરી દર્દીના પગને બચાવવાની જાણકારી આપી હતી. વડોદરાના ડો. સંજીવ શાહે પણ વિવિધ શસ્ત્રક્રિયાની માહિતી આપી હતી. સુરતના પ્લાસ્ટીક એન્ડ ડાયાબિટીક ફૂટ સર્જન ડો. આશુતોષે પણ પોતાનું વક્તવ્ય આપ્યું હતુ.
આ પરિસંવાદને સફળ બનાવવામાં કોલેજના ડીન ડો. કમલેશ શાહ અને હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો. ભાવેશ ગોયાણી, વલસાડના સર્જન ડો. સંજીવ દેસાઇ, ડો. અભિજીત મ્હસ્કર, ડો. અજીત ટંડેલ, ડો. કુરેશી, ડો. સુમિત વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન ડો. વસુંધરા અને ડો. વંશિકાએ કર્યું હતુ.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!