વલસાડ રિજનલ ઓફિસ દ્વારા વૃદ્ધાશ્રમમાં ૫૦ ખુરશી સ્મૃતિભેટ તરીકે આપી : હોમગાર્ડનાં ૧૫૭ કર્મચારી અને ટ્રાફિક બ્રિગેડનાં ૪૩ કર્મચારીઓને રેઇનકોટનું વિતરણ કરાયું
બેંક ઓફ બરોડાના ૧૧૫ માં સ્થાપના દિવસના નિમિત્તે વિવિધ કાર્યક્રમ બીઓબી ક્ષેત્રીય કાર્યાલય , વલસાડ દ્વારા તા. ૨૦ જુલાઈ ૨૦૨૨ ના બુધવારના રોજ રાખવામાં આવેલ હતા. આ સમારંભમાં અતિથિ વિશેષ તરીકે રોહિત પટેલ (રિટાયર્ડ ચીફ જનરલ મેનેજર, બીઓબી, બરોડા કોર્પોરેટ સેંટર, મુંબઈ) ઉપસ્થિત રહ્યા હતા. તેમણે બઁકના સ્થાપના અને વિકાસ અંગેની રૂપરેખા રજૂ કરી હતી. આ સમારોહમાં મોટી સંખ્યામાં બઁકના રિટાયર્ડ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બઁક ઓફ બરોડાના, ક્ષેત્રીય કાર્યાલય, વલસાડના ક્ષેત્રિય પ્રમુખ શૈલેન્દ્ર કુમાર સિંહ દ્વારા નીચે મુજબના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
માનવ સેવા સંચાલિત વૃદ્ધાશ્રમની (અટાર મુકામે) મુલાકાત લીધી હતી. ત્યાં રહેતા વડીલો સાથે મળી બઁકના વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે કેક કાપવામાં આવી હતી. હાજર રહેલ વડીલોએ ખુબજ ઉત્સાહપૂર્વક આ પ્રસંગમાં ભાગ લીધો હતો.
આ પ્રસંગે સામાજિક જવાબદારીના ભાગરૂપે (CSR) શ્રી શૈલેન્દ્ર કુમાર સિંહ (ક્ષેત્રિય પ્રમુખ) દ્વારા ૫૦ ખુરશી સ્મૃતિભેટ તરીકે સંસ્થાને આપી હતી.
વધુમાં, બઁક ઓફ બરોડાના વલસાડનાં ક્ષેત્રિય પ્રમુખ શૈલેન્દ્ર કુમાર સિંહ અને નાયબ ક્ષેત્રિય પ્રમુખ સત્ય નારાયણ સિંહ દ્વારા હોમગાર્ડ કચેરી વલસાડ ની મુલાકાત લઈ હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા ૧૫૭ કર્મચારી અને ટ્રાફિક બ્રિગેડ તરીકે ફરજ બજાવતા ૪૩ કર્મચારીઓને રેન કોટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
બઁક ઓફ બરોડાના ક્ષેત્રીય કાર્યાલય, વલસાડ દ્વારા લોહાણા સામાજ હૉલ, તિથલ રોડ માં બ્લડ ડોનેશન કૅમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બઁકના કર્મચારી અને બઁકના શુભચિંતકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું.