વલસાડ જિલ્લામાં અનરાધાર વર્ષાએ જનજીવન અસ્તવ્યસ્ત કરી નાંખતા જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા અને કોલેજોના બાળકોને રજા જાહેર કરવાનો આદેશ કર્યો હતો.
વલસાડ જિલ્લામાં દેમાર વરસાદને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત બની ગયું છે. અનેક ગામડાઓનો શહેર સાથેનો સંપર્ક કપાયો છે. ત્યારે અવર જવર કરવાની મુશ્કેલી તથા નદી- નાળામાં પૂરની પરિસ્થિતિ બને, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિને કારણે વિદ્યાર્થીઓએ જાનના જોખમે અવરજવર કરવી ન પડે તે માટે તમામ પ્રાથમિક , માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા કોલેજો રજા જાહેર કરવા આદેશ કરાયો છે. શિક્ષણાધિકરી દ્વારા જે તે આંગણવાડી, શાળા- કોલેજોને આ બાબતે કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખવા સૂચન કરાયું છે.