કોરોના મહામારીમાં અનાથ થયેલા બાળકોને સહાય અર્પણ કરાઈ

વલસાડ
કોરોનામાં માતા અને પિતા ગુમાવનાર બાળકને પીએમ કેર ફોર ચિલ્ડ્રન યોજનામાં સહાય કરવાની યોજના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ધ્વારા અમલમાં મુકાઈ હતી. જે અંતર્ગત આજરોજ સહાયના સર્ટિફિકેટ ઓનલાઇન વિતરણ કાર્યક્રમમાં વલસાડ જિલ્લાના 3 બાળકોને આ સહાયના સર્ટિફિકેટ જિલ્લા પંચાયત પ્રમુખ અલકાબેન શાહ, જિલ્લા બાળ કલ્યાણ સમિતિ અધ્યક્ષ સોનલબેન સોલંકી (જૈન) તથા ટીમ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડના સભ્ય મીનાબેન ચૌધરી તથા અધિકારીઓની હાજરીમાં એનાયત કરવામાં આવ્યા હતા. સર્ટિફિકેટ વિતરણ કરાયા બાદ જિલ્લા બાળ કલ્યાણ સમિતિ સાથે ભોજન લઈ સૌએ એક પરિવારની ભાવના પ્રજવલિત કરી હતી. જિલ્લા બાળ કલ્યાણ સમિતિ અધ્યક્ષ સોનલબેન સોલંકી (જૈન) એ જણાવ્યું હતું કે તેમનાં માટે બાળ હીત સર્વોપરી છે. બાળકોને અન્યાય થાય કે તેમનું શોષણ થાય તેવાં સંજોગોમાં બાળ કલ્યાણ સમિતિ મદદ માટે હંમેશા અગ્રેસર રહેશે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!