17 વર્ષ ઘૂંઘટમાં રહ્યાં બાદ સફળ મોડલ બનેલી વલસાડની મારવાડી પરિણીતાની કહાની

વલસાડ
જેના જીવનમાં ઘૂંઘટ પર્યાય હતો અને ઘરમાંથી બહાર નીકળે એટલે ઘૂંઘટ નો સહારો લેવો પડે એવી સ્થિતિમાં મૂળ રાજસ્થાનની પરણિતાએ મિસિસ ઈન્ડિયાનો ખિતાબ મેળવ્યા બાદ દુબઈમાં યોજાનારા ઇન્ટરનેશનલ એસ.આર. કવીન મિસિસ ઇન્ડિયા પહેચાન મેરી કાર્યક્રમમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરી વલસાડનું ગૌરવ વધાર્યું છે.

દુબઈ અને મુંબઇમાં યોજાનારા મિસિસ ઈન્ડિયા કોમ્પિટિશન અંગેની વલસાડના સર્કિટ હાઉસમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં માહિતી આપતા સુનિતા રાવલે જણાવ્યું હતું કે ૧૯૮૬માં તેમનો જન્મ રાજસ્થાનના સિરોહી જિલ્લામાં સિરોહી શહેરમાં થયો હતો સામાન્ય રીતે મારવાડી સમાજ રૂઢિચુસ્ત અને પરંપરાઓમાં પરોવાયેલો સમાજ હોય નાનપણથી જ તેને પરંપરાઓનું જ્ઞાન આપવામાં આવ્યું હતું. 15 વર્ષની થઈ ત્યારે મોટી બહેન સાથે સુનિતાના લગ્ન વલસાડમાં રહેતા રવિ રાવલ સાથે કરાવડાવી દેવાયા હતા. લગ્ન બાદ રાજસ્થાની માન્યતાઓને કારણે ઘરથી બહાર નીકળો એટલે ઘૂંઘટ આડે આવી જતો હતો. ક્યાંય પણ જાઓ એટલે ઘૂંઘટનો સહારો લેવો પડતો હતો.

બે વર્ષ પૂર્વે વલસાડમાં સાઉથ ગુજરાત ટોપ મોડલ સ્પર્ધા યોજાવાની હોવાની જાણ થતાં તેણે પતિને વિશ્વાસમાં લેતાં પતિએ હા પાડતાં સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પોતાનામાં રહેલા ટેલેન્ટને કારણે વિજેતા થતાં મધ્યપ્રદેશમાં યોજાયેલા ઇન્ડિયાઝ ટોપ મોડલ સ્પર્ધામાં ભાગ લેતા મિસિસ ઈન્ડિયાનો ખિતાબ તેમને મળ્યો હતો. હાલ દુબઈ અને મુંબઈમાં યોજાનારા ઇન્ટરનેશનલ લેવલના એસ.આર કવીન મિસિસ ઈન્ડિયા પહેચાન મેરી કોમ્પિટિશનમાં ગુજરાતમાંથી એકમાત્ર સ્પર્ધક તરીકે તેમણે ભાગ લીધો છે. આ શો માં તા. ૨૯ મે થી ૧ જૂન સુધી દુબઈમાં ગૃમિંગ અને ફોટો શૂટ રાઉન્ડ યોજાશે. જે બાદ તા. 3 જૂને મુંબઈમાં યોજાનારી સ્પર્ધાની ફાઇનલમાં શિલ્પા શેટ્ટી અને ઈશા કોપીકર નિર્ણાયકની ભૂમિકા ભજવશે.

સુનિતા રાવલે જણાવ્યું હતું કે મેં સપનામાં પણ વિચાર્યું ન હતું કે જીવનમાં આવો ટર્નિંગ પોઇન્ટ આવશે. અને ઘૂંઘટમાંથી બહાર આવી મોડલિંગની દુનિયામાં આવી જઈશ. જીવનમાં ગમે ત્યારે શરૂઆત થઈ શકે છે. તેમણે આગામી મહિનામાં યોજાનારી યોજાનારી સ્પર્ધાનો ટાસ્ક હોઈ એસ.આર. કવીન મિસિસ ઇન્ડિયાના ઇંસ્ટાગ્રામ પેજ પર જઇને સુનિતા રાવલના ઓફિસિયલ આઈડી પર જઇ ફોલો કરવા વલસાડવાસીઓને અપીલ કરી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!