વલસાડની કસ્તુરબા હોસ્પિટલ ખાતે રૂ. 50 લાખના ખર્ચે CSSD વિભાગનું ઉદ્ઘાટન કરાયું

વલસાડના શાહ વિરચંદ ગોવનજી જવેલર્સનો મળ્યો સાથ: હોસ્પિટલમાં ડોક્ટરો દ્વારા ઉપયોગમાં લેવાતાં સાધનોથી દર્દીઓને ચેપ ન લાગે તે માટે આ સાધનોને સંપૂર્ણ વાઇરસ રહિત કરવાં પ્લાન્ટ નખાયો.

વલસાડ
કસ્તુરબા હોસ્પિટલ વલસાડ ખાતે નવનિર્મિત અત્યાધુનિક સેન્ટ્રલ સ્ટરીલાયઝેશન સપ્લાય ડિપાર્ટમેન્ટ ( CSSD )નું આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યો હતો. ઓકટોબર ૨૦૨૧ માં અત્યાધુનિક CSSD વિભાગ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. CSSD ને હોસ્પિટલનો મહત્વપૂર્ણ વિભાગ ગણવામાં આવે છે . જે સતત ગુણવત્તાયુકત દર્દી સંભાળ અને હોસ્પિટલમાં ચેપ નિયંત્રણને સર્મથન આપવા માટે જરૂરી છે . ચેપ નિયંત્રણના દ્રષ્ટિકોણથી સર્જીકલ સાધનોની યોગ્ય જીવાણુ નાશકક્રિયા કરવામાં આવે તેની ખાતરી કરવી જરૂરી છે.

આ વિભાગ શરૂ કરવા માટે શાહ વિરચંદ ગોવનજી જવેલર્સ પરિવાર તરફથી આર્થિક યોગદાન મળ્યું હતું. સારી ગુણવત્તાની સંભાળ આપવાના ઉદ્દેશ સાથે ટ્રસ્ટના મંડળને અત્યાધુનિક CSSD વિભાગ બનાવવામાં લગભગ ૩ મહિનાનો સમય લાગ્યો હતો . દર્દીઓને શ્રેષ્ઠ સંભાળ આપવા માટે ઇન્ફ્રાસ્ટ્રકચરને અપગ્રેડ કરવાની આ વર્તમાન સમયની જરૂરિયાત છે . આ કાર્યક્રમમાં કસ્તુરબા હોસ્પિટલમાં ચીફ ગેસ્ટમાં જેનીસભાઇ કોઠારી, રાગીણીબેન કોઠારી, ટ્રસ્ટ મંડળમાંથી અર્જુનભાઇ દેસાઇ, કિરણભાઇ દેસાઇ, વિપુલભાઇ કાપડીયા, પિયુષભાઇ શાહ તથા તમામ ડોકટર્સ હોસ્પિટલના અને એડમીન સ્ટાફ ઉપસ્થિત રહયા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!