વલસાડ
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના આદેશ અનુસાર સમગ્ર ગુજરાત રાજ્યના તમામ વકીલ મંડળોના હોદ્દેદારોની એક સાથે તા.17/12/2021 રોજ ચૂંટણી યોજાનાર છે. જે અંતર્ગત વલસાડ જિલ્લા વકીલ મંડળની પણ ચૂંટણી તા. 17/12/2021 ના રોજ યોજાનાર છે. અને તે અંગેના હોદ્દેદારોના નોમિનેશન ફોર્મ ભરવાની છેલ્લી તા. 10/12/2021 ના રોજ હતી. જેમાં પ્રમુખના હોદ્દા માટે પી. ડી. પટેલ તથા ઉપ-પ્રમુખના હોદ્દા માટે બે ઉમેદવારીપત્રો રાકેશભાઈ બી. પટેલ તથા ચિરાગભાઈ શાસ્ત્રી, તેજ રીતે સેક્રેટરીના હોદ્દા માટે પણ બે ઉમેદવારીપત્રો મનીષભાઈ રાણા તથા મુકેશભાઈ પાંચાલ તથા જોઈન્ટ-સેક્રેટરીના હોદ્દા માટે કમલેશભાઈ પરમાર તથા ટ્રેઝરરના હોદ્દા માટે પ્રશાંત ટી. પટેલ તથા લાયબ્રેરિયનના બે હોદ્દા માટે જયંતીભાઈ બી. પટેલ તથા કિરણભાઈ એસ. લાડ તથા ઈ-લાયબ્રેરિયનના બે હોદ્દા માટે પુનમસિંગ વી. ઇન્દા તથા રોનક્ભાઇ એચ. પટેલએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી.
આમ વલસાડ જિલ્લા વકીલ મંડળના છેલ્લા 18 વર્ષથી સતત ચૂંટાતા ( જેમાં 16 વર્ષ બિનહરીફ ચૂંટાયેલ ) પી. ડી. પટેલની ફરી આગામી બે વર્ષ માટે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. અત્રે એ ઉલ્લેખનીય છે કે પી. ડી. પટેલ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના વાઇસ-ચેરમેન તથા જીએલએચ કમિટીના ચેરમેન તરીકે બિરાજમાન હતા તથા છેલ્લા ચાર વર્ષથી બાર કાઉન્સિલના શિસ્ત સમિતિના ચેરમેન તરીકે બિરાજમાન છે. પી. ડી. પટેલની બિનહરીફ વરણીને દક્ષિણ ગુજરાતના અને વલસાડ જિલ્લાના વકીલોએ વધાવી હતી. તેજ રીતે પી. ડી. પટેલે પણ વલસાડ જિલ્લાના તમામ વકીલ મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો.
વધુમાં જોઈન્ટ-સેક્રેટરી તરીકે કમલેશભાઈ ટી. પરમાર તથા ટ્રેઝરર તરીકે પ્રશાંતભાઈ પટેલ તથા લાયબ્રેરિયનના બે હોદ્દા માટે જયંતીભાઈ બી. પટેલ તથા કિરણભાઈ એસ. લાડ તથા ઈ-લાયબ્રેરિયનના બે હોદ્દા માટે પુનમસિંગ વી. ઇન્દા તથા રોનક્ભાઇ એચ. પટેલની પણ બિનહરીફ વરણી થઇ હતી.
ઉપ-પ્રમુખ ના હોદ્દા માટે તથા સેક્રેટરીના હોદ્દા માટે ચૂંટણી થનાર છે. ચૂંટણી કમિશ્નર તરીકે બિપિનભાઈ વસાણી તથા સહ-ચૂંટણી કમિશ્નર તરીકે નિષિધ મસરાણી તથા ફારુખભાઈ શેખ પોતાની પવિત્ર ફરજ નિભાવી રહ્યાં છે. મંગળવાર તા. 14/12/2021 ના રોજ ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ હોય તે દિવસે ચિત્ર સ્પષ્ટ થશે.