૪૦થી ઓછી વયના ૧૬,૪૦થી ૬૦ વર્ષ સુધીના ૧૨૨ અને ૬૦થી વધુ ઉંમરના ૪૪ ધારાસભ્યોઃ ૧૭ સભ્યો પાંચથી વધુ અને ૫ સભ્યો ૬થી વધુ વખત તેમજ ૭થી વધુ વખત ૩ સભ્યો ચૂંટાયા છે
ગાંધીનગરઃ રાજયમાં વર્તમાન પરિસ્થિતિમાં એક નજર કરીએ તો લોકમુખે રાજકારણીઓની ચર્ચા ભારે જોરશોરથી આવી રહી છે. આ ચર્ચા કોઈ સારા કારણોથી નહિ પરંતુ ધારાસભ્યોના ભણતર તરફ છે.
૧૪મી ગુજરાત વિધાનસભાની વાત કરીએ તો ૩ જુલાઇ ૧૯૧૮ની સ્થિતિએ કુલ ૧૮૨ ધારાસભ્યોમાં ૪૦થી ઓછી વયના ૧૬ છે. જયારે ૪૦ થી ૬૦ વર્ષ સુધીના ૧૨૨ અને ૬૦ વર્ષના વધારે વયના ૪૪ છે.
આવી જ એક નજર આ પ્રજાના આ ચૂંટાયેલા સભ્યોના ભણતર તરફ નજર કરીએ તો આપણને શરમ આવશે. જુની અને નવી એસ.એસ.સી. અથવા તેનાથી ઓછું ભણતર ધરાવતા ૫૭ સભ્યો છે.
તેવી જ રીતે એસ.એસ.સી.થી વધારે અને સ્નાતક અથવા તેનાથી ઓછુ ભણતર ધરાવતા ૮૪ ધારાસભ્યોએ જયારે સ્નાતકથી વધારે ભણતર ધરાવતા ૪૧ સભ્યો છે.
૧૪મી ગુજરાત વિધાનસભામાં એક નજર કરીએ તો પુરૂષોની સંખ્યા ૧૬૯ છે. જયારે મહિલા ધારાસભ્યોની સંખ્યા ૧૩ છે.
આવી જ એક રસપ્રદ વાત તરફ જઈએ તો પ્રથમ વખત ચૂંટાયેલી ધારાસભ્યોની સંખ્યા ૭૯ છે. જયારે બે વખત ચૂ઼ટાયેલા સભ્યોની સંખ્યા ૪૧ છે. ત્રણ વખત ચૂંટાયેલા ધારાસભ્યોની સંખ્યા ૨૨ છે. ચાર વખત ચૂંટાયેલા સભ્યોની સંખ્યા ૧૪ છે.
પાંચ વખત ચૂંટાયેલા સભ્યોની સંખ્યા ૧૭ છે. ૬ વખત ચૂંટાયેલા સભ્યોની સંખ્યા ૫ છે. સાત વખત ચૂંટાયેલા સભ્યોની સંખ્યા ૩ છે.ગુજરાાતના ઈતિહાસમાં દશ વખત ચૂંટાયેલા માત્રને માત્ર એક સભ્ય છે. જે છોટાઉદેપુરના મોહનસિંહ છોટુભાઈ રાઠવા છે. જેઓ પૂર્વ કેબિનેટ મંત્રી અને વિધાનસભા સત્રમાં સતત હાજર રહેનાર તરીકે તાજેતરમાં અધ્યક્ષ ધારા સન્માનિત કરાયા છે. વિરોધ પક્ષના નેતા પણ રહી ચૂકયા છે.
આવી જ એકવાત કરીએ રાજયના શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પણ વિધાનસભા સત્ર દરમ્યાન સતત હાજર એવા સન્માનિત કરવામાં આવ્યા છે.
હવે મુળ વાત પર ફરીથી આવીએ તો આજે લોકમૂખે છેલ્લા બે વર્ષથી આવતી કોરોનાની પરિસ્થિતિમાં આટલુ ઓછુ ભણેલા પ્રજાના પ્રતિનિધિઓ પ્રજાની શું સેવા કરશે અને આવનારા દિવસોમાં આવી મહામારીઓને પહોંચી વળવા શું વિચારશે તે એક ચર્ચાનો મુદ્દો છે.
લોકમુખે એવી પણ એક ચર્ચા વર્તમાન પરિસ્થિતિમાં ચાલી રહી છે કે ગ્રામ પંચાયતથી લઈ લોકસભા સુધી ઓછામાં ઓછુ ગ્રેજયુએટ ભણેલો હોય તેવા લોકોને રાજકીય પક્ષોએ ઉમેદવાર તરીકે પસંદગી કરવી જોઈએ. હવે જોવાનું એ રહ્યું કે આવનારા દિવસોમાં આ વાતોની કેટલી અસર જણાશે.
આજે ભારત દેશ ટેકનોલોજી ક્ષેત્રમાં ખૂબ સારી રીતે આ નવી બધી રહ્યો છે. વિશ્વના દેશોમાં ભારત ચર્ચા સ્થાને છે. હવેની પરિસ્થિતિમાં રાજકીય ક્ષેત્રમાં આવનાર વ્યકિત ઓછામાં ઓછુ ગ્રેજયુટ ભણેલો હોવો જોઈએ. તેવી એક ચર્ચાએ ખૂબ જ જોર પકડયું છે.
બીજી તરફ એક રાજકીય વિશ્લેષણો ચોકકસ પ્રમાણે માની રહ્યા છે કે ગ્રામ પંચાયતથી લઈ પાર્લામેન્ટ સુધી વધુમાં વધુ બે ટર્મ સુધી સભ્યપદ રહેવું જોઈએ જેનાથી નવા યુગ પ્રમાણે નવા લોકોને તક જાળવી જોઈએ અને દરેક યુવા પેઢીના લોકો દ્વારા આજની નવી ટેકનોલોજીના જ્ઞાનનો લાભ મળવો જોઈએ જેનાથી દેશના અર્થતંત્રને ફાયદો થાય.