મુખ્યમંત્રીનો ચહેરો અનુભવી અને એવો જોઈએ જેને જનતા ઓળખતી હોય : નીતિન પટેલનુ મોટું નિવેદન

ગાંધીનગર : વિજય રૂપાણીના રાજીનામા બાદ પહેલીવાર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનુ નિવેદન સામે આવ્યુ છે. તેમને ચહેરા પર સૂચક હાસ્ય જોવા મળ્યુ હતું. આ હાસ્ય અનેક તર્ક આપી રહ્યું છે. તો બીજી તરફ, તેમણે કહ્યું કે, મુખ્યમંત્રીનો ચહેરો અનુભવી હોવો જોઈએ. ઉલ્લેખનીય છે કે, હાલ નીતિન પટેલની સુરક્ષામાં વધારો કરાયો છે.તેમણે વધુમાં કહ્યું કે, ગઈકાલે માનનીય મઉખ્યમંત્રી પોતાની સ્વચેછાઆ રજીનામુ આપ્યું, મોડી સાંજે રાજ્યપાલે રાજીનામાનો સ્વીકાર કરીને જ્યા સુધી અન્ય વ્યવસ્થા ન ગોઠવાય ત્યા સુધી મુખ્યમંત્રીની જવાબદારીમાં ચાલુ રહેવાની સૂચના આપી છે. પ્રણાલી પ્રમાણે નવા મુખ્યમંત્રીની પસંદગી માટે ગઈકાલથી રાજકીય નેતાઓ અમદાવાદ કમલમ આવી ચૂક્યા છે. જેમની સાથે વાતચીત કરવાનુ યોગ્ય લાગ્યું, અભિપ્રયા લેવાનુ યોગ્ય લાગ્યું, તેવા નેતાઓ સાથે મુલાકાત કરી. તેમના વિચારો જાણ્યા હતા. મોડી રાત્રે નિરીક્ષક પણ કમલમ આવી ચૂક્યા છે. આજે બપોરે ત્રણ વાગ્યે ધારાસભ્યોની મીટિંગનું આયોજન પ્રદેશ અધ્યક્ષની સૂચનાથી કરાયુ છે. તેમણે તમામ ધારાસભ્યોને ઉપસ્થિત રહેવા સૂચના આપી છે. મહત્વનો નિર્ણય લેવાની આ મીટિંગ હોઈ તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહેશે. ધારાસભ્ય ન હોય તેવા દિગ્ગજ નેતાઓ પણ મીટિંગમાં હાજર રહેશે. ધારાસભ્યો સાથે જે મુલાકાત થાય, ચર્ચાઓ થશે તેને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લેવામાં આવશે. જ્યારે જ્યારે આવા પ્રશ્નો ઉદભવ્યા છે ત્યારે આ રીતે જ નિર્ણયો લેવામાં આવ્યા છે. આખુ ગુજરાત જેને ઓળખતુ હોય તેવા નેતાની પસંદગી કરતા હોય છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!