આગામી ડિસેમ્બર સુધી ધો.૧ થી ૫ના વર્ગો શરૂ થવાની શકયતા નથી:વર્ગો શરૂ કરવાના મુદ્દે તાજેતરમાં વિરોધ સાથે મતમતાંતર થયો હતો : હજી શાળાઓમાં ઉપલા વર્ગોમાં પૂરતી હાજરી જોવા મળતી નથી

અમદાવાદ : આગામી ડીસેમ્બર મહિના સુધી ધોરણ ૧ થી પ એટલે કે લોઅર પ્રાઈમરીના વર્ગો શરૂ થવાની કોઈ શકયતાઓ જોવા મળતી નથી. નાના બાળકોની રસી હજી ઉપલબ્ધ નથી. વળી બાળકોને મુદ્દે હજી વાલીઓ ચિંતિત છે. વાલીઓ હાલના તબકકે બાળકોને શાળાએ મોકલવા તૈયાર થાય કે કેમ ? તે પણ આશંકા છે. આ સંજોગોમાં શિક્ષણ વિભાગે હાલ લોઅર પ્રાઈમરી શરૂ કરવાનુ વિચારવું ન જોઈએ તેવો મત વાલીઓ અને શિક્ષકોમાં પ્રવર્તિ રહ્યો છે.અત્રે ઉલ્લેખનિય છે કે, એક તબક્કે લોઅર પ્રાઈમરી એટલે કે ધોરણ ૧ થી પના વર્ગો શરૂ કરી દેવાની દિશામાં રાજય સરકારના શિક્ષણ વિભાગે પ્રાથમિક તબક્કે વિચારણા પણ શરૂ કરી દીધી હોવાનું કેળવણી જગતના સુત્રોનુ કહેવું છે. પરંતુ શિક્ષક આલમ અને વાલી વર્ગમાંથી આ મુદ્દે વિરોધનો સૂર રેલાતાં આખરે શિક્ષણ વિભાગે લોર પ્રાઈમરીના વર્ગો શરૂ કરવાનુ હાલના તબકકે માંડી વાળ્યું હોય તેમ બને.બીજી બાજૂ કોઈપણ રોગની અસર નાના બાળકોને વહેલી તકે થતી હોય છે. બાળકોમાં જો વાયરલ ફેલાય તો તેને નિયંત્રીત કરવું પણ ઘણું મૂશ્કલ થાય તેમ પણ બને. આ સંજોગોમાં સરકારે હાલ લોઅર પ્રાઈમરીના વર્ગો શરૂ કરવાનુ જોખમ ને લેવું એ જ શ્રેયકર છે.
આ અગાઉ રાજય સરકારના શિક્ષણ વિભાગે ૧૫ જૂલાઈથી ધોરણ ૧૦ અને ૧૨ સાયન્સ અને કોમર્સ તથા ત્યાર બાદ તા. ર૬મી જૂલાઈથી ધોરણ ૯ અને ૧૦ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણયને વાલી અને વિદ્યાર્થી વર્ગમાંથી આશાસ્પદ પ્રતિસાદ મળ્યા બાદ અપર પ્રાઈમરીના વર્ગો પણ શરૂ કરી દેવાયા હતા.કોરોનાની પહેલી અને બીજી ઘાતક લહેર જોઈ ચૂકેલા વાલીઓ હજી નચિંત બની બાળકોને શાળાએ મોકલવા તેયાર થતાં નથી. બીજી બાજૂ હાલ વિદ્યાર્થીઓને ઘેર બેઠાં જ ઓનલાઈન શિક્ષણની સુવિધા પણ ઉપલબ્ધ છે જ. જેના કારણે શાળાઓમાં હાલ પૂરતી હાજરી જોવા મળતી નથી તેમ મનાઈ રહ્યું છે. વાલીઓ હજી ચિંતિત હોઇ વિદ્યાર્થીઓની હાજરી પૂરતી જોવા મળતી નથી વાલીઓના એક વગં બાળકોને શાળાએ મોકલવાને મુદ્દે ચિંતિત છે તેમ છતા તેઓ બાળકને શાળાએ મોકલવા ઉત્સુક છે. લોઅર પ્રાઈમરી અને અપર પ્રાઈમરીમાં મહદઅંશે ૬ થી ૧૩ વર્ષની વયજૂથના નાના બાળકોનો સમાવેશ થાય છે. આ નાના બાળકો મોંઢા ઉપર કલાકો સુધી માસ્ક કેવી રીતે સાચવી શકે ? તેઓ સોશિયલ ડીસ્ટન્સ જાળવવાને મુદ્દે તકેદારી રાખી શકશે કે કેમ ? તે બાબતે પણ વાલીઓ આશંકીત છે. જેના પગલે વાલીઓ સરકારના શાળાઓ શરૂ કરવાની વિતારણાના આ નિણંયને ઉતાવળીયો કહી તેની સફળતાને મુદ્દે આશકા સેવી રહા છે. બાળકો માટેની રસી હજી આવી નથી. ઉપરાંત હજી ત્રીજી લહેર આવશે તેમ લાગી રહ્યુ છે તેમ તેમનુ કહેવું છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!