વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા રેલ્વેમાં મોનેટાઈઝેસન ના નામ થતા ખાનગીકરણનો વિરોધ: એઆઈઆરએફ ના મહામંત્રી શિવગોપાલ મિશ્રાજી ના નિર્દેશ પ્રમાણે સંપૂર્ણ ભારતીય રેલવે સંસ્થાનો પર મોનેટાઈઝેસન (મુદ્રીકરણ) વિરુદ્ધ રેલ્વે કર્મચારીઓએ રોષ પ્રગટ કર્યો

 

વલસાડ:કેન્દ્ર સરકાર દ્વારા રેલ્વેનું કરવામાં આવી રહેલ ખાનગીકરણ કરવાની નીતિ નો યુનિયન અને ફેડરેશન દ્વારા ભારે વિરોધ થતાં સરકાર દ્વારા ખાનગીકરણ નું નામ બદલી મુદ્રીકરણ કરી રેલવેની સંપત્તિને ખાનગી હાથો માં સોંપવા નો કારસો રચવામાં આવ્યો છે તેના વિરોધ માં
વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયન ના ડિવિઝનલ સેક્રેટરી પ્રશાંત કાનડે ના નેજા હેઠળ સમગ્ર મુંબઈ ડિવિઝન માં તેમજ વલસાડ બ્રાંચ દ્વારા જો ના મીલી મજદૂર કી માંગ રેલ કા ચક્કા હોગા જામ, કેન્દ્ર સરકાર હોશ મેં આવો મજદૂરો સે મત ટકરાવ જેવા નારા બાજી કરી
ભારે વિરોધ કરવામાં આવ્યો હતો.કેન્દ્ર સરકાર દ્વારા ૪૦૦ રેલવે સ્ટેશનો, ૧૪૦૦ કિલોમીટર રેલવે ટ્રેક, ૭૪૧ કિલોમીટર કોંકણ રેલવે, ૧૫ રેલવે સ્પોર્ટ્સ સ્ટેડિયમ, ૪ રેલવે હિલ સ્ટેશન, રેલવેની કેટલીક કોલોની ખાનગી હાથોમાં સોંપી ૧,૫૨,૪૯૬ કરોડ રૂપિયા ભેગા કરવા માંગે છે. કોરોના મહામારી દરમ્યાન રેલવે કર્મચારીઓ એ જીવનાં જોખમે લોક ડાઉનમાં ફસાયેલા લોકોને પોતાના ઘરે પરત પહોંચાડવા માટે કાર્ય કરવામાં આવ્યું હતું અસંખ્ય રેલવે કર્મચારીઓ એ કોરોના ની ઝપેટમાં આવી પોતાના જીવ પણ ગુમાવ્યા બદલામાં કેન્દ્ર સરકારે ૧૮ મહિના માટે રેલવે કર્મચારીઓને મળતા મોંઘવારી ભથ્થામાં થતો વધારો અટકાવી દીધો હતો .વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોઇઝ યુનિયન, વલસાડ શાખા દ્વારા આજરોજ IOW BL ખાતે મિટિંગ યોજી “ચેતવણી દિવસ” મનાવવામાં આવ્યો
આ પ્રસંગે ઓલ ઈન્ડિયા રેલ્વેમેન્સ ફેડરેશનના સદસ્ય કૉમરેડ પ્રકાશ સાવલકરે કર્મચારીઓ ને સંબોધતા જણાવ્યું કે કેંદ્ર સરકાર રેલ્વે કર્મચારીઓનું શોષણ કરવા, રેલ્વે કર્મચારીઓને અધિકારથી વંચિત રાખવા અને રેલ્વેનું ખાનગીકરણ કરવા માંગે છે પરંતુ યુનિયન તેનો ઉગ્ર વિરોધ કરે છે.આસિસ્ટન્ટ ડિવિઝનલ સેક્રેટરી સંજય સિંહે આહવાન આપ્યું કે ઓલ ઇન્ડીયા રેલવે મેન્સ ફેડરેશન નું આદેશ મળશે તો સમગ્ર દેશ માં સૌથી પહેલા વલસાડ સ્ટેશન પર રેલ રોકો આંદોલન ની શરૂઆત થશે.આ પ્રસંગે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયન વલસાડ બ્રાન્ચ ના સેક્રેટરી હુસેન બેલીમ, રોબિન્શન, તુષાર મહાજન, મુનાવર શેખ, શિવન, વિનય પટેલ,નરેન્દ્ર રાજપૂત,પ્રસાદ કાજલે, દિનેશ ગૉસ્વામી અન્ય કાર્યકર્તાઓ અને રેલ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!