અમદાવાદ: મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને લોકમાન્ય તિલકના કારાવાસની અદભૂત અને અવિસ્મરણીય સ્મૃતિઓ સાથે વર્તમાન સમયમાં ગુજરાતની જેલોમાં કેદીઓને આત્મનિર્ભર બનાવવા માટે ચાલતા અદભૂત પ્રોજેકટ સુધીની ખૂબ જાણવા લાયક કથાઓ સાથેના પુસ્તક જેલ ગુજરાતના રાજ્યપાલશ્રીને આ પુસ્તકના લેખન સંકલનકાર અને ગુજરાતની જેલના વડા એડી. ડી.જી.પી. લેવલના સિનિયર આઇપીએસ કે.એલ.એન.રાવ દ્વારા રાજ્યપાલશ્રીને સુપ્રત કરવામાં આવેલ.ઉકત પ્રસંગે સાઉથની પ્રતિષ્ઠિત વેલુર યુની.ના ડિરેકટર શ્રીમતી ઇન્દુ રાવ પણ ઉપસ્થિત રહેલ.જાણીતા શિક્ષણ વિદ ઇન્દુ રાવ પોતાના શૈક્ષણિક જ્ઞાનનો કેદીઓના કલ્યાણમાં લાભ મળે તે માટે સતત સહયોગ આપી રહ્યા છે. કોરોના કાળમાં કેદીઓને બચાવવા જે અદભૂત કામગીરી ગુજરાતની જેલોમાં ડો. કે.એલ.એન.રાવના નેતૃત્વ હેઠળ થયેલ અને રાષ્ટ્રિય લેવલે જેની નોંધ લેવાઈ હતી તેવી કાબિલે દાદ કામગીરી બદલ ગુજરાતને પ્રતિષ્ઠીત એવોર્ડ મળેલ આ બાબતે મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી, ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને તત્કાલીન એડી.ચીફ સેક્રેટરી અને હાલના ચીફ સેક્રેટરી શ્રી પંકજ કુમાર દ્વારા નોંધ લેવા સાથે ડો.કે.એલ.એન.રાવ ટીમ ની ખૂબ પ્રસંશા કરી હતી.