મુંબઇ : કોરોના કાળે લોકોને આર્થિક રીતે એ હદે ભાંગ્યા કે તેઓ ગોલ્ડ લોન (સોનુ ગીરવે મુકીને પૈસા લેવા) સુધી મજબૂર બન્યા. મોટા મોટા આંકડાઓ જ જોઇએ તો આ દરમિયાન ૯૦,૦૦૦ કરોડ રૂપિયાની આસપાસ ગોલ્ડ લોન લેવાઇ. બીજી લહેરમાં પહેલી લહેરની સરખામણીએ ૭૭ ટકા વધારે આ પ્રકારની લોન લેવાઇ હતી. પર્સનલ લોનનો આંકડો પણ આ સમયગાળામાં વધ્યો હતો.
ફોર્મલ અને સર્વિસ સેકટર દ્વારા ક્રેડીટ (જમા રકમ)ની માંગ છેલ્લા ૧૨ મહિનામાં ઓછી રહી, પણ ગોલ્ડ લોન અને ક્રેડીટ કાર્ડ બીઝનેસ આધારીત રીટેઇલ લોનમાં નોંધપાત્ર વધારો થયો. રીટેઇલ અથવા પર્સનલ લોન જો કુલ બેંક લોનના ૨૬ ટકા છે, તેમાં છેલ્લા ૧૨ મહિનામાં નવ ટકાની સરખામણીમાં જુલાઇ ૨૦૨૧ સુધીમાં ૧૨ મહિનામાં ૧૧.૨ ટકાનો ઉછાળો આવ્યો.
જો કે ગોલ્ડ લોનમાં ભારે ઉછાળો રાષ્ટ્રીય લોકડાઉન, નોકરી છૂટવી, પગારમાં કાપ અને ઉંચા સારવારના ખર્ચાઓ પછી કોરોના મહામારીથી ઉત્પન્ન થયેલ સંકટને દર્શાવે છે. નામના દર્શાવવાની શરતે રાષ્ટ્રીય કૃત બેંકના એક અધિકારીએ જણાવ્યું કે, લોકોને સોનુ ગીરવે મુકીને લોન મેળવવી સહેલી પડે છે. આને એક અવસર તરીકે જોઇને બેંકોએ લોન આપવાનું શરૂ કરી દીધું કેમકે આ બીઝનેસમાં વસૂલાતનો કોઇ બોજ નથી.જુલાઇ ૨૦૨૧ના પુરા થયેલ ૧૨ મહિનાના સમયગાળામાં ક્રેડીટ કાર્ડમાં બાકી રકમ પણ ૯.૮ ટકા વધીને ૧.૧૧ લાખ કરોડ થઇ ગઇ, જે વિવેકાધીન ખર્ચમાં વધારાના સંકેત આપે છે. જુલાઇ ૨૦૨૦માં પુરા થયેલ ૧૨ મહિનામાં ક્રેડીટ કાર્ડમાં બાકી રકમમાં ૮.૮ ટકાનો વધારો થયો હતો.