સુરત : રાજકોટમાં રીયલ એસ્ટેટ ગ્રુપ ઉપર આવકવેરા વિભાગે ચાર દિવસ દરોડા પાડી ૩૦૦ કરોડથી વધુ બીનહિસાબી વ્યવહારો ઝડપી પાડયા હતા. ગઇકાલે દક્ષિણ ગુજરાત, સુરત, દહેજ અને સેલવાસમાં યાર્ન ઉત્પાદક કંપની ઉપર આયકર ટીમે દરોડામાં ૩૩૦ કરોડના બિનહિસાબી ખુલ્યા હતા. આવકવેરાના દરોડા બીજા દિવસે પણ ચાલુ છે. આવકવેરા વિભાગની તપાસ વધુ બિનહિસાબી વ્યવહારો ઝડપાવી શકયા છે.સુરતમાં સેલવાસ અને દહેજના પ્લાન્ટ પર IT વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ૩૩૦ કરોડના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે. કરોડો રૂપિયાનું ટ્રાન્જેકશન આંગડિયા પેઢી મારફતે કરાયું હોવાનું ખુલ્યું છે. આવકવેરા વિભાગ દ્વારા દસ્તાવેજો અને ડિજિટલ માહિતી પણ કબ્જે કરવામાં આવી છે. જયારે તપાસમાં જવેલરી અને ૧૧ બેંકમાં મુકેલી રકમ પણ મળી આવી છે.દિલ્હી આવકવેરા વિભાગ અને અમદાવાદ આઇટીની ટીમ દ્વારા ગઇકાલે સવારથી જ યાર્ન ઉત્પાદકની ત્રણ કંપનીની ઓફિસોમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં હતી આવકવેરા વિભાગના અધિકારીઓની ટીમે મોડી રાત સુધી કાર્યવાહી ચાલુ રહી હતી જેમાં કરોડો રૂપિયાના ટ્રાન્ઝેકશન દસ્તાવેજો અને બેંક ખાતાની માહિતી મેળવી તપાસ કરવામાં આવતા બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા હતા.ડીઆઈ વિંગના અધિકારીઓને માહિતી મળી હતી કે ગુજરાતની પોલિએસ્ટર યાર્ન બનાવતી કંપની રોકડમાં મોટા પાયે યાર્નનો કાચો માલ ખરીદી રહી છે. યાર્ન બનાવ્યા બાદ કંપની કોઈ પણ બિલ વગર બજારમાં માલ વેચી રહી છે. કંપનીના સંચાલકોએ પણ ઘણા મોટા રોકાણ કર્યા છે.