અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટે પાસાના કુલ પાંચ હુકમને રદ કર્યા છે. જેમાં, ગાંધીનગર કલેક્ટરના ચાર અને બોટાદ કલેક્ટરના એક હુકમનો સમાવેશ થાય છે. હાઈકોર્ટે આદેશમાં નોંધ્યું છે કે, ‘પાસાના આ હુકમ ટકવાપાત્ર નથી હાઈકોર્ટે રાજ્યના ગૃહવિભાગને પૂછેલું કે લેન્ડ ગ્રેબિંગ (પ્રોહિબિશન) એક્ટનો અમલ થયા બાદ, રાજ્ય સરકાર આ કાયદાના હેતુને શું ખરેખર પ્રાપ્ત કરી શકી છે ? કે પછી આ કાયદાનો દૂરઉપયોગ થઈ રહ્યો છે ? કોઈ ભાડુઆત મકાન ખાલી કરતા નથી તો તેની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોધીને, પછી પાસા હેઠળ કાર્યવાહી થઈ શકે ખરી ?