ડાંગ: હવામાન વિભાગની આગાહી ને પગલે સમગ્ર ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે ગિરિમથક સાપુતારા સહિત તળેટીના સામગહાન ,બારીપાડા,માનમોડી,વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડતા સાપુતારા સહિત ઘાટ માર્ગ ઉપર ઠેરઠેર ભેખડો ધસી પડવા સાથે અંબિકા નદીના કેચમેન્ટ એરિયામાં આવેલ સૂપદહાડ કોઝવે ધસમસતા પ્રવાહમાં ગરકાવ થઈ જતા માર્ગ અવરોધાયો હતો.સતત ધીમીધારે મેઘરાજાએ ઇનિંગ જારી રાખતા ગાઢ ધૂમમસીયા વાતાવરણ વચ્ચે વાહન ચાલાવવામાં તકલીફ થઈ હતી લોકોએ હેડ લાઈટ ચાલુ રાખી વાહનો ચલાવવાની ફરજ પડી હતી. જ્યારે સીઝનમાં પહેલી વાર સર્પગંગા તળાવ છલકાતા નવાગામ ના સ્થાનિક રહીશો અને સાપુતારા હોટેલ સંચાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી ડાંગ જિલ્લામાં ચોમાસીની ઋતુ ને લઈને કુદરતી સૌંદર્યને ચારચાંદ લાગ્યા છે, સાપુતારામાં આજે વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ રહેતા ઝીરોવીસીબીલીટી નો માહોલ રહ્યો હતો, જેના પગલે વાહન ચાલકોને મુશ્કેલી જણાઈ હતી, જોકે એક સમયે નવાગામ ના લોકો પાણી ની તંગીને લઈને ચિંતા કરતા હતા ત્યારે આજે ગિરિમથક ખાતે આવેલ હોટેલો અને સ્થાનિક લોકોને આખું વર્ષ પાણી પૂરું પાડતા સર્પગનાગ તળાવને છલકાતું જોઈ સ્થાનિકોમાં ખુશી જોવા મળી હતી.