દિલ્હી:ભારતના ઇતિહાસમાં આજે પ્રથમ વખત સુપ્રીમ કોર્ટના નવ નિયુક્ત ૯ ન્યાયાધીશોએ એક સાથે શપથગ્રહણ કર્યા હતા.. આ સાથે સુપ્રિમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા ૩૩ થઈ છે. હવે ૧ જજની જગ્યા ખાલી રહી છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે શપથ ગ્રહણ કરનારા નવ નવા ન્યાયાધીશોમાં જસ્ટીસ અભય શ્રીનિવાસ ઓકા, જસ્ટીસ વિક્રમનાથ, જસ્ટીસ જીતેન્દ્રકુમાર મહેશ્વરી, જસ્ટીસ હિમા કોહલી અને જસ્ટીસ બીવી નાગરથના, જસ્ટીસ સીટી રવિકુમાર, જસ્ટીસ એમએમ સુંદરેશ, જસ્ટીસ બેલાનો સમાવેશ થાય છે. એમ ત્રિવેદી અને પીએસ નરસિંહ ન્યાયમૂર્તિ નાગરથના સપ્ટેમ્બર ૨૦૨૭માં પ્રથમ મહિલા સીજેઆઈ બનવા માટે તૈયાર છે. જસ્ટીસ નાગરથના ભૂતપૂર્વ સીજેઆઈ ઈ.એસ. વૈંકટરમૈયાની પુત્રી છે. આ નવ નવા ન્યાયાધીશોમાંથી ત્રણ જસ્ટીસ નાથ, નગરત્ન અને નરસિંહ સીજેઆઈ બનવા માટે તૈયાર છે. તે હાલ વેઈટીંગમાં આ સાથે સુપ્રિમ કોર્ટમાં નવા ન્યાયાધીશોની નિમણુંક અંગેનો ૨૧ મહિનાની મડાગાંઠ સમાપ્ત થઈ છે. ૧૭ નવેમ્બર ૨૦૧૯ના રોજ તત્કાલીન સીજેઆઈ રંજન ગોગોઈની વિદાય બાદથી સરકાર અને કોલેજીયન વચ્ચે ભારે તનાવ ચાલી રહી હતી.