હિમતનગરનો જય પંચાલ. જેણે ગુજરાતમાં સૌ પ્રથમવાર હિંમતનગરથી લદાખની રાઈડ સાયકલ દ્વારા ૧૬ દિવસમાં પૂર્ણ કરી છે. ૧૮૩૨ કિલોમીટરની સાઈકલ રાઈડ માત્ર ૧૬ દિવસમાં પૂરી કરી તેણે એક અનોખું સાહસ કર્યું છે. માત્ર ૧૬ દિવસમાં ૧૮૩૨ કિમીની સાઈકલ રાઇડ કરી લદાખ પહોંચનાર પ્રથમ ગુજરાતી બન્યો છે.નબળી આર્થિક સ્થિતિ ધરાવતા જય પંચાલના પિતા ભાડાની દુકાન વેલ્ડિંગ કામ કરે છે.તો જય ભણતરની સાથે ગામે ગામ કપડાની ફેરી કરે છે અને આ રીતે તે પોતાના ઘરનું ગુજરાન પૂરું કરી પોતાનો સાયકલનો શોખ જાળવી રાખી તે શહેરની સાઈકલ ક્લબમાં જોડાયેલો.જય પંચાલ આમ તો મેહુલ જોષી જોડે સાઈકલીંગ શીખી રહ્યો હતો કારણ કે મેહુલ જોષી તેઓ સાઈકલ ક્લબ ચલાવે છે. જ્યાં જય બે વર્ષ સુધી તેમની સાથે રહીને તાલીમ લઈ મક્કમ મને આગળ વધ્યો પરંતુ ૧૮૩૨ કિમીનું અંતર કાપવા જય પાસે જે સાઈકલ હતી તે ચાલી શકે તેમ ન હતી. તો આર્થીક મદદની જરૂર હતી અને ત્યારે જ ફાસ્ટર સાઈકલ કંપનીએ સાયકલ સ્પોન્સર કરી અને અન્ય ખર્ચ પણ આપ્યો અને પછી તો જય નિકળી પડ્યો. મંજિલ સુધી પહોંચવા માટે હિમતનગરના કાંકરોલથી સવારે ૬ વાગ્યે ખારદુગાલ લેહ લદાખ માટે સાઈકલીંગ શરૂ કરી અને ૧૬માં જ દિવસે પહોચી ગયો. એટલે જ જય ગુજરાતનો ફાસ્ટર રાઈડર બન્યો છે. હવે જય પંચાલનું સ્વપ્ન તેના ગુરૂ મેહુલ જોશીની જેમ માઉન્ટ એવરેસ્ટ સર કરવાનુ છે. જેની તૈયારીઓ હાલ કરી રહ્યો છે. હવે સમગ્ર ભારત ભરમાં પોતાનો ડંકો વગાડવા જય મહેનત કરી રહ્યો છે. જ્યા સુધી માઉન્ટ સર નહિ કરે ત્યા સુધી જંપીસ નહિ એવુ અડગ મન રાખીને આગળ વધી રહ્યો છે. મહત્વનું છે કે, માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ગુજરાતી મેહુલ જોશી હિમતનગરનો છે.તેમની જોડે જય સાયકલિંગ શીખી રહ્યો હતો