સુરત જતી ‘જય ગોપાલ’ ટ્રાવેલ્સમાં ફાયરિંગ કરી ૨ થી૨.૫ કરોડના હીરાની લૂંટનો પ્રયાસ ભાવનગરથી સુરત જતી હતી બસ

ભરૂચ: ચાલુ બસમાં કે ટ્રેનમાં બંદૂકની અણીએ લૂંટ થાય એવી ઘટનાઓ આપણે ફિલ્મોમાં ખૂબ જોઈ છે. આવી જ એક ફિલ્મી ઘટના ગઈકાલે રાત્રિના ૩.૩૦થી ૪.૦૦ના અરસામાં અંકલેશ્વર-સુરત હાઇવે પર ઘટી ગઈ હતી. અહીંયા અંકલેશ્વરમાં હોટલ હિલટનની સામે ભાવનગરથી સુરત જઈ રહેલી જય ગોપાલ ટ્રાવેલ્સમાં બંદૂકની અણીએ લૂંટનો પ્રયાસ થયો. જોકે, કન્ડકટર અને મુસાફરે બહાદુરીપૂર્વક કેબિનનો દરવાજો બંધ કરી દેતા લૂંટારૂઓ અંદર જઈ ન શકયા અને આંગડિયાના કરોડો રૂપિયાના હીરાના મુદ્દામાલની લૂંટ બચાવી શકાઈ. જોકે, લૂંટારૂઓે કેબિનના કાચ પર ગોળી છોડતા મુસાફરને હાથમાં ઇજા પહોંચી. આ લૂંટનો નિષ્ફળ પ્રયાસ કરનારા લૂંટારૂઓ પાછળથી આવી રહેલી એક અર્ટિગા કારમાં બેસીને રફૂચક્કર થઈ ગયા.આ લૂંટના નિષ્ફળ પ્રયાસ અંગે ભરૂચ જિલ્લા પોલીસવડાએ પત્રકારોને જણાવ્યું કે ‘ગઇકાલે રાત્રિના સાડા ત્રણથી પોણા ચારના અરસામાં અંકલેશ્વરથી સુરત જતા હાઇવે પર, અંકલેશ્વરમાં હોટલ હિલટનની સામે ભાવનગરથી સુરત જઈ રહેલી સ્લિપીંગ કોચ જય ગોપાલ ટ્રાવેલ્સમાં આંગડિયા પેઢીના કર્મચારીઓ પોતાના મુદ્દામાલ સાથે જઈ રહ્યા હતા. આ દરમિયાન આ ટ્રાવેલ્સમાં ભાવનગરથી બેસેલા ત્રણ શખ્સોએ વાલિયા ચોકડી ઉતરવાનો પ્રયાસ કરી અને દેશી બનાવટના બંદૂકો સાથે ડ્રાઇવર પર ગનપોઇન્ટ રાખી આંગડિયાને લૂંટવાનો પ્રયાસ કર્યો.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!