આફ્રિકાના ગાબોનમાં જન્મેલા લાંબા ક્રેનના પિતા કોકેસિયન અમેરિકન અને માતા આફ્રિકન છે
ન્યુયોર્ક: અમેરિકાના વર્મોન્ટમાં રહેતા ૩૫ વર્ષના લાંબા ક્રેન અને ૨૯ વર્ષની લાએટા હેરિસને જોડિયા સંતાનો પ્રાપ્ત થયા. એ બે હમશકલ તો ખરા. પરંતુ એક આફ્રિકન લાગે અને બીજો યુરોપીયન કે અમેરિકન જેવો દેખાય છે. આફ્રિકાના ગાબોનમાં જન્મેલા લાંબા ક્રેનના પિતા કોકેસિયન અમેરિકન અને માતા આફ્રિકન છે. લાએટા હેરિસના પિતા આફ્રિકન-અમેરિકન અને માતા કોકેસિયન છે. સી સેકશન દ્વારા જન્મેલા તંદુરસ્ત બાળકો મકાઈ અને એલિયનના જન્મમાં ફકત ચાર મિનિટનો તફાવત છે. આ દ્યટના સોશ્યલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે.
તબીબી શાસ્ત્રોમાં આવા જોડિયા બાળકો ડિકોરિયોનિક ડાયમ્નિયોટિક ટ્વિન્સ તરીકે ઓળખાય છે. એક જ ગર્ભાશયમાં બન્નેના એમ્નિયોટિક સેક અને પ્લેસન્ટા જુદા જુદા હતા.