ખરાબ પરિસ્થિતિ માટે આપણે તૈયાર રહેવાની જરૂર છે : નીતિ આયોગના રિપોર્ટથી વધ્યું ટેન્શન
નવી દિલ્હી : કોરોના વાયરસનાં કારણે ભારત સહિત આખું વિશ્વ ત્રાહિમામ પોકારી રહ્યું છે. વિશ્વનાં મોટા મોટા દેશો કોરોના વાયરસ મહામારી સામે હાંફી ગયા છે. અમેરિકામાં મોટા પાયે રસીકરણ કરવામાં આવ્યું હોવા છતાં ફરી કેસ વધી રહ્યા છે. હાલ ભારતમાં કેસ સ્થિર છે અને ગુજરાત જેવા રાજયોમાં કેસની સંખ્યા ઓછી છે. પરંતુ ત્રીજી લહેરનો ભય હજુ ગયો છે. કોરોના વાયરસ મહામારીની બીજી લહેર એટલી બધી ખૌફનાક હતી કે ત્રીજી લહેર આવશે તે વાત સાંભળીને જ ભારતીયોનું ટેન્શન વધી રહ્યું છે ત્યારે આ મુદ્દે એક ચિંતાજનક રિપોર્ટ સામે આવ્યો છે.
નીતિ આયોગનાં સદસ્ય પોલે કેન્દ્ર સરકારને સલાહ સૂચન કર્યા છે જેમાં તેમણે કહ્યું છે કે ભવિષ્યમાં દર ૧૦૦માંથી ૨૩ કોરોના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી શકે છે.
ધ ઇંડિયન એકસપ્રેસના મીડિયા અહેવાલ અનુસાર આ પહેલા નીતિ આયોગ તરફથી સપ્ટેમ્બર ૨૦૨૦માં બીજી લહેરને લઈને અનુમાન લગાવવામાં આવ્યું હતું.
નીતિ આયોગીનું માનવું છે કે ખરાબ પરિસ્થિતિ માટે આપણે તૈયાર રહેવાની જરૂર છે. આયોગે એક દિવસમાં જ ચારથી પાંચ લાખ કોરોના વાયરસનાં કેસ આવશે તેવું અનુયાયમં લગાવ્યું છે અને આગામી મહિના સપ્ટેમ્બરમાં જ બે લાખ ICU બેડ તૈયાર રાખવા માટે સલાહ આપી છે. આટલું જ નહીં આ ૨ લાખ બેડમાં ૧.૨ લાખ બેડ વેન્ટિલેટર સાથે ICU જયારે ૭ લાખ ICU હોસ્પિટલ વગરનાં બેડ તૈયાર રાખવાની સલાહ આપી છે. ૭ લાખ ICU બેડમાં પાંચ લાખ બેડમાં ઓકસીજન રાખવા પણ નિર્દેશ કરવાની જરૂર જણાવવામાં આવી છે અને ૧૦ લાખ કોવિડ આઈસોલેશન કેર બેડ રાખવા કહેવામાં આવ્યું છે