HUID ના વિરોધમાં સુરતમાં સોની મહાજનોની પ્રતીક હડતાલ : 2500 જેટલા જવેલર્સ જોડાયા

સ્વૈરિછક દુકાન બંધ રાખવાના એલાન ને પગલે સારો પ્રતિસાદ મળ્યો

સુરત :સોનાના દાગીનામાં હોલમાર્ક યુનિક આઇડીના કાયદાના વિરોધમાં આજે રાજયવ્યાપી જવેલર્સએ પ્રતીક એક દિવસીય હડતાલ રાખી છે જવેલર્સ ના શોરૂમો બંધ રાખવામાં આવ્યા છે જેમાં સુરત શહેરના નાના મોટા મળીને અઢી હજાર જેટલી જવેલર્સની દુકાનોના વેપારીઓ દ્વારા બંધ પાડવામાં આવ્યો હતો.
હોલ માર્ક યુનિક આઈડી(HUID) ના નવા નિયમ સામે આજે રાજ્યના જવેલર્સ એસોસિયેશનને સ્વૈરિછક દુકાન બંધ રાખવાના એલાનને પગલે સારો પ્રતિસાદ મળ્યો છે જેને લઈને આજે તમામ દુકાનો એ બંધ રાખી સરકારના નિયમોનો વિરોધ કરવામાં આવ્યો છે

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!