ગુજરાત સરકારની મહિલા કલ્યાણ લક્ષી વિવિધ યોજનાઓને બિરદાવતી લાભાર્થી બહેનો : ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી નિવાસસ્થાને રક્ષાબંધન પર્વની ઉજવણી
ગાંધીનગર : ભાઈ-બહેનના પવિત્ર પર્વ એવા રક્ષાબંધન નિમિત્તે ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ગુજરાત ભરની વિવિધ ક્ષેત્રની બહેનોએ રાખડી બાંધીને ગુજરાતની સાડા છ કરોડ જનતા જનાર્દની સેવા કરવાની ભગવાન ખૂબ જ શક્તિ આપે તેવા આશીર્વાદ આપ્યા હતા.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની નેતૃત્વવાળી ગુજરાત સરકારની ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના, વ્હાલી દીકરી યોજના, સખી મંડળ, 181 અભયમ, બેટી બચાવો – બેટી પઢાવો, નારી અદાલતો, સુરક્ષા સેતુ સોસાયટી, જનની શીશુ સુરક્ષા, પૂર્ણા યોજના, કન્યા મફત શિક્ષણ યોજના, વિદ્યાલક્ષ્મી બોન્ડ, કુંવરબાઈનું મામેરું, સાત ફેરા સમૂહલગ્ન યોજના, મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ સહિતની મહિલા કલ્યાણ લક્ષી યોજનાઓને રાજ્યભરમાં આવેલી બહેનો અને લાભાર્થી બહેનોએ બિરદાવતી હતી.
આ પ્રસંગે ગંગા સ્વરૂપા બહેનો, બ્રહ્માકુમારીની બહેનો, સખી મંડળની બહેનો, મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની લાભાર્થી બહેનો, 181 અભયમની બહેનો, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં એફ.એમ. રેડીયોમાં રેડિયો જોકી તરીકે કામ કરતી દીકરીઓ, એકતા નર્સરીમાં ફરજ બજાવતી બહેનો, આરોગ્ય વનમાં ફરજ બજાવતી બહેનોએ ઉપસ્થિત રહીને મુખ્યમંત્રીશ્રીને રક્ષા બાંધી હતી.
મુખ્યમંત્રી નિવાસસ્થાને રક્ષાબંધન પર્વ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવે, મહિલા સાંસદ સર્વે રંજનબેન ભટ્ટ, શારદાબેન પટેલ, રમીલાબેન બારા, ધારાસભ્ય સર્વે આશાબેન પટેલ, મનિષાબેન વકીલ, રાજ્ય મહિલા આયોગના ચેરમેન લીલાબેન અંકોલિયા, મહિલા મેયરઓ, પૂ્ર્વ મંત્રી માયાબેન કોડનાની, પૂર્વ મંત્રી જશુમતીબેન કોરાટ, પૂર્વ સાંસદ ભાવનાબેન, પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશી, નિર્મલાબેન વાઘવાણી, જિલ્લા પંચાયતના પ્રમુખઓ, ભાજપ મહિલા પ્રમુખ દિપીકાબેન સરડવા, ભાજપ મહિલા પ્રદેશ મોરચાની હોદ્દેદાર બહેનો, જિલ્લા ભાજપ પ્રમુખઓ, મહિલા કોર્પોરેટરઓ, કાર્યકરો સહિત વિવિધ ક્ષેત્રની 750થી વધુ બહેનોએ મુખ્યમંત્રીને રક્ષાબંધન પર્વ નિમિત્તે રાખડી બાંધીને શુભેચ્છાઓ આપી હતી.
રક્ષાબંધન પર્વ નિમિત્તે ગંગા સ્વરૂપા બહેનોનું ભેટ સ્વરૂપે સાડી આપીને મુખ્યમંત્રીએ સન્માન કર્યું હતું