ગુજરાતની એન્જીનિયરીંગ કોલેજ અને ફાર્મસી અભ્યાસક્રમમાં પ્રવેશ માટેની કસોટી : ગુજકેટ અને ધો.૧૨ના પરિણામના આધારે હવે એન્જીનિયરીંગમાં પ્રવેશ કાર્યવાહી શરૂ થશે
વલસાડ : ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૬ ઓગષ્ટે લેવાયેલ ગુજકેટની પરીક્ષાનું આજે શિક્ષણ બોર્ડની વેબસાઈટ ઉપર પરીણામ જાહેર થયુ છે. જેમાં ૯૯ પીઆરથી વધુ ૧૧૫૨ છાત્રો ગુણ હાંસલ કરેલ છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે જાહેર થયેલ ગુજકેટના પરિણામમાં શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયેલ પર્સન્ટાઈલમાં ૯૯ પીઆરથી વધુ એ ગ્રુપમાં ૪૭૪ અને બી ગ્રુપમાં ૬૭૮, ૯૮ પીઆરથી વધુ એ ગ્રુપમાં ૯૪૦ અને બી ગ્રુપમાં ૧૩૪૭, ૯૬ પીઆરથી વધુ એ ગ્રુપમાં ૧૮૫૩ અને બી ગ્રુપમાં ૨૭૦૧ છાત્રો છે. ગુજરાત રાજયની એન્જીનિયરીંગ કોલેજોમાં ગુજકેટની પરીક્ષાના ગુણ અને ધો.૧૨ની પરીક્ષાના ગુણ સાથે મેરીટલીસ્ટ બનશે. ગુજકેટની પરીક્ષાનું પરિણામ ગત વર્ષ કરતા થોડુ દબાયુ છે