સાઉથ આફ્રિકાઃ જંગલમાં પાંજરે પૂરાય છે માણસો : તેમને જોવા આવે છે સિંહ! સિંહ જોવા જંગલમાં જીપમાં બેસીને જવાનું હોય છે અથવા તો પ્રાણી સંગ્રહાલયમાં પરંતુ આ જગ્યાએ સિંહ જોવાનો અનોખો અનુભવ મળે છે

ડરબન: આપણે સિંહ જોવા હોય તો સામાન્ય રીતે અભ્યારણ્યમાં જીપમાં બેસીને કે પછી પ્રાણી સંગ્રહાલયમાં પાંજરામાં પૂરાયેલા સિંહને જોવા જવું પડે છે. જોકે, સાઉથ આફ્રિકામાં હેરિસ્મિથમાં આવેલી જીજી લાયન સેંકચ્યુરીમાં પ્રવાસીઓને સિંહ જોવાનો એક અનોખો અનુભવ કરાવવામાં આવે છે. જયાં માણસો પાંજરામાં હોય છે અને બહાર ફરતા સિંહ તેમને જોવે છે.
૫૩ વર્ષીય ફોટોગ્રાફર સુઝાન સ્કોટે આની અદ્દભુત તસ્વીરો શેર કરી છે. તેમણે કહ્યું હતું કે, અમે છેલ્લા બે વર્ષથી લોકોને આવો અનુભવ કરાવી રહ્યા છીએ. પરંતુ અમારા મહેમાનો અને સિંહ બંનેની સુરક્ષા અમારી સૌથી મોટી પ્રાથમિકતા છે.
lions2તેમણે કહ્યું હતું કે, અમને ફોટોગ્રાફી કેજ એક જર્મન પ્રોફેશનલ ફોટોગ્રાફરે આપ્યું હતું જે નિયમિત રીતે આ અભ્યારણ્યની મુલાકાત લેતા રહ્યા છે, જેનો ઉપયોગ અમે સિંહને અલગ રીતે જોવાનો અનુભવ પૂરો પાડવા માટે કરી રહ્યા છીએ. એન્જિનિયર નિયમિત રીતે પાંજરુ ચેક કરતા રહે છે.
અમારી કંપની નફાના ધોરણે ચાલતી નથી તેથી અમારો સંપૂર્ણ આધાર ડોનેશન પર છે. આ પાંજરાના ભાડા દ્વારા અમને સામાન્ય આવક થાય છે જેનાથી અમને સિંહને ખવડાવવા અને તેની સુરક્ષા માટેના ખર્ચમાં મદદ મળે છે.
અમે આ વર્ષે બાદમાં વધુ ૧૭ સિંહ લાવવાનું વિચારી રહ્યા છીએ. અમે મિડલ ઈસ્ટના દેશમાં બંધ થયેલા એક ઝૂમાંથી સિંહ લાવવાનું વિચારી રહ્યા છીએ, તેમ તેમણે જણાવ્યું હતું.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!