સુરતમાં પુત્રની હત્યા કરી મહિલાની મોતની છલાંગ

પલસાણા તાલુકાના કડોદરા નજીકની ઘટના : ગર્ભવતી મહિલાએ માસુમ પુત્રની હત્યા કરી, મોટો દીકરો દાદાની સાથે સુતો હોવાથી તેનો જીવ બચી ગયો હતો

સુરત: સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરા નજીક શ્રી નિવાસ ગ્રીન સીટીમાં પરિણીતાએ આત્મહત્યા કરી હતી. જોકે પરિણીતા આત્મહત્યા પેહલાં પોતાના બે બાળક પેકી એક બાળક નું મોત નિપજાવી પોતે આત્મહત્યા કરતા ચકચાર મચી હતી. જોકે, આ મહિલાએ આત્મહત્યા કરતાં પહેલા પોતાની નણંદને ફોન કર્યો અને કહ્યું હતું દીદી હું કિસનાને મારી નાખ્યો અને હું આત્મહત્યા કરું છું. કળિયુગ ની કઠણાઈ દર્શાવતો કિસ્સો આજે સુરત જિલ્લામાં જોવા મળ્યો હતો. જ્યાં બે સંતાનની માતાએ એક બાળકનું મોત નિપજાવી પોતે પણ આત્મહત્યા કરી હતી. આ ઘટના બની હતી સુરત જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા કડોદરામાં. કડોદરામાં શ્રી નિવાસ ગ્રીન સીટી આવેલું છે. જ્યાં રૂમ નંબર ૨૦૪માં આ ઘટના બનવા પામી હતી. જ્યાં એક બાળક મૃત હાલત માં મળી આવ્યું હતું ત્યારબાદ પરિવારે તપાસ કરતા તેની માતાએ આત્મહત્યા કરી લીધી હતી. મૃતકનો પતિ તેના સસરા અલગ રૂમમાં સુતા હતા.
અને પરિણીતા નાના બાળક સાથે એકલી અલગ રૂમ માં સૂતી હતી. એકલી હોય તેણી એ ઘટનાને અંજામ આપ્યો હતો. બાદમાં સવારે પરિવારજનો તપાસ કરતા બાળકની માતા એ પણ છઠા માળે થી કુદી આત્મહત્યા કરી હોવાનું ખબર પડતાં ચકચાર મચી હતી. ૨ બે સંતાનની માતા એવી વનિતા મહેશ પાંડે પરિવાર સાથે અહીં રહેતી હતી. અગમ્ય કારણસર પગલું ભર્યું હતું. પગલું ભરતા પેહલા તેણે નણંદને પણ ફોન કર્યો હતો. અને પોતે જ ૨ વર્ષના બાળક ક્રિષ્નાનું મોત નિપજવ્યું હોવાનું જણાવ્યું હતું. મૃતક વનિતા પાંડે ને અન્ય એક ૪ વર્ષનો પણ બાળક હતો જે દાદા સાથે સૂતો હોય બચી ગયો હતો. જોકે વનિતાને ૬ માસનો ગર્ભ પણ હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. અને આત્મહત્યા કરી લેતા ગર્ભમાં રહેલ ૬ માસના ભ્રુણનું પણ મોત થયું હતું. સમગ્ર મામલે કડોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જોકે બાળક સાથે માતાએ હત્યા તેમજ આત્મહત્યા ને અંજામ આપતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!