વલસાડ
મુંબઈ થી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી રન કરતાં જવા નીકળેલા મિલિંદ સોમણ આજે વલસાડ આવી પહોંચ્યા હતા. દરમિયાન તેમના સ્વાગત માટે પહોંચેલા વલસાડના અધિકારીઓએ સેલ્ફી પડાવવાની કોશિશ કરતા સોમણે હેલ્થના પાઠ ભણાવ્યા હતા.
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશની એકતા માટે જાણીતા તેવા દેશના નેતા સરદારભાઇ વલ્લભભાઇ પટેલની યાદગીરી રૂપે દુનિયામાં સૌથી ઊંચા એવા સ્ટેચ્યુ ઓફ યુનિટિની રાજયના કેવડિયા ખાતે નિમાર્ણ કરી દેશની જનતા માટે એકતાનો સંદેશો પહોંચાડયો છે.
આવા સ્ટેચ્યુ ઓફ યુનિટિના માધ્યમથી એકતાનો સંદેશો લોકો સુધી પહોંચાડવા માટે
બોલીવુડના પ્રખ્યાત મોડેલ, એકટર મિલિંદ સોમણે તેમની રન ફોર યુનિટિની યાત્રા તા. 17 મી થી
શિવાજી ચોક મુંબઇ ખાતેથી સાંજે 5 કલાકે શરૂ કરી તા. 21 મી ઓગસ્ટે સાંજે 5 કલાકે સ્ટેચ્યુ ઓફ યુનિટિ કેવડિયા પહોંચશે. આ યાત્રાના ભાગરૂપે આજરોજ મિલિંદ સોમણ વલસાડ જિલ્લામાં પ્રવેશ કરતાં તેમનું વલસાડ શહેરના ધરમપુર ચોકડી ખાતે આજરોજ વલસાડના પ્રાંત અધિકારી નિલેશભાઇ કુકડીયાએ બુકે આપીને સ્વાગત કર્યુ હતું. કુકડિયાએ સોમણને તેમની યાત્રાની શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે જિલ્લા શિક્ષાણાધિકારી કે. એફ. વસાવા, રમગ-ગમત અધિકારી મહેશભાઇ પટેલ, તાલુકા વિકાસ અધિકારી વિમલ પટેલ, મામલતદાર મનસુખ વસાવા તેમજ શિક્ષણ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.