મુખ્ય શહેરોમાં પેટ્રોલનો ભાવ ૨૦ પૈસા પ્રતિ લીટર સુધી ઘટયો
નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલના વધતા-ઘટતા ભાવની સીધી અસર આપણા ખિસ્સા પર પડે છે. ઇંધણ મોંઘું થવાથી જીવન જરૂરિયાતની તમામ ચીજોની કિંમતો વધી જાય છે. તેથી આપણી નજર પેટ્રોલ અને ડીઝલના ભાવ પર ટકેલી રહે છે. દેશની સરકારી ઓઇલ કંપનીઓએ બુધવાર ૧૮ ઓગસ્ટે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરી દીધા છે. ઈન્ડિયન ઓઇલની વેબસાઇટ મુજબ, આજે ઇંધણની કિંમતોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગત એક મહિનાથી પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર હતા. આજે ડીઝલના ભાવમાં દ્યટાડો કરવામાં આવ્યો છે અને પેટ્રોલનો ભાવ સ્થિર છે. દેશના મુખ્ય શહેરોમાં ૨૦ પૈસા સુધી ડીઝલનો ભાવ ઘટયો છે. ઓઇલ કંપનીઓએ છેલ્લીવાર ૧૭ જુલાઈએ પેટ્રોલના ભાવમાં ૩૦ પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો.આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં વધારો અને ભારે ભરખમ ટેકસના કારણે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવો રેકોર્ડ સ્તર પર છે. ભાવ વધારાના કારણે ૧૯ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના વિભિન્ન શહેરોમાં પેટ્રોલ ૧૦૦ રૂપિયા પ્રતિ લીટરની ઉપર વેચાઈ રહ્યું છે.
આ રાજયોમાં પેટ્રોલ ૧૦૦ રૂપિયાને પાર
આ રાજય અને કેન્દ્ર શાસિત પ્રદેશ- રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાના, લદાખ, કર્ણાટક, જમ્મુ અને કાશ્મીર, ઓડિશા, તમિલનાડુ, બિહાર, કેરળ, પંજાબ, સિક્કિમ, પુડ્ડુચેરી, પશ્યિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને હરિયાણાના અનેક શહેરોમાં પેટ્રોલ ૧૦૦ રૂપિયા પ્રતિ લીટરથી પણ મોંદ્યી કિંમતે વેચાઈ રહ્યું છે.
દિલ્હી – પેટ્રોલ ૧૦૧.૮૪ રૂપિયાઅને ડીઝલ ૮૯.૬૭ રૂપિયા પ્રતિ લીટર, મુંબઈ – પેટ્રોલ ૧૦૭.૮૩ રૂપિયા અને ડીઝલ ૯૭.૨૪ રૂપિયા પ્રતિ લીટર,ચેન્નાઈ – પેટ્રોલ ૯૯.૪૭ રૂપિયા અને ડીઝલ ૯૪.૨૦ રૂપિયા પ્રતિ લીટર, કોલકાતા – પેટ્રોલ ૧૦૨.૦૮ રૂપિયા અને ડીઝલ ૯૨.૮૨ રૂપિયા પ્રતિ લીટર, બેંગલુરુ – પેટ્રોલ ૧૦૫.૨૫ રૂપિયા અને ડીઝલ ૯૫.૦૫ રૂપિયા પ્રતિ લીટર, ચંદીગઢ – પેટ્રોલ ૯૭.૯૩ રૂપિયા અને ડીઝલ ૮૯.૩૧ રૂપિયા પ્રતિ લીટર, લખનઉ – પેટ્રોલ ૯૮.૯૨ રૂપિયા અને ડીઝલ ૯૦.૦૬ રૂપિયા પ્રતિ લીટર, પટના – પેટ્રોલ ૧૦૪.૨૫ રૂપિયા અને ડીઝલ ૯૫.૩૧ રૂપિયા પ્રતિ લીટર.