નવસારી તાલુકાના વેજલપોર ગામે આવેલા પ્રસિદ્ધ શ્રી જંગલી હનુમાનજી મંદિરે કથાકાર શ્રી પ્રફુલભાઈ શુકલની ૮૦૮ મી શ્રી રામકથામાં આજે શ્રી રામજન્મ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.પરમાત્માનું પ્રાગટય પારણામાં અને હદયમાં પ્રગટવું જોઈએ.ભગવાન રામનો અવતાર સંસારને મર્યાદાનું દર્શન કરાવે છે.રેમ મંદિરનું નિર્માણ સદીનું શ્રેષ્ઠ સત્કાર્ય છે.ઉપરોક્ત શબ્દો આજે વેજલપોર શ્રી જંગલી હનુમાનજી મંદિરે ચાલી રહેલી રાકથામાં કથાકાર શ્રી પ્રફુલભાઈ શુક્લ એ ઉચ્ચાર્યા હતા.જેમાં ઉત્સવ મનોરથી બચુબેન નાનુભાઈ પટેલ દ્વારા રામલલ્લા નું પારણું ઝુલાવાયું હતું. મુખ્ય યજમાન શ્રી પ્રફુલભાઈ રતિલાલભાઈ પટેલ અને નીતાબેન પ્રફુલભાઈ પટેલ દશરથજી અને કૌશલ્યા ના રૂપમાં પાત્ર ભજવી ઉત્સવની ઉજવણી કરી હતી.પાર્થિવ શિવલીંગ ના દૈનિક મનોરથી ચેતનાબેન ચેતનભાઈ પટેલ , ઇલાબેન મહેશભાઈ પટેલ , પૂર્વ દીપકભાઈ પટેલ , મધુબેન ભરતભાઈ પટેલ , મધુબેન ધીરૂભાઇ પટેલ દ્વારા અભિષેક પૂજન સંપન્ન થયું હતું.આચાર્ય મુકેશભાઈ જાની , કિશન દવે , માક્ષિત રાજ્યગુરૂ દ્વાર રૂદ્રીપાઠ ના મંત્રોચ્ચાર કરાયા હતા.બાપુના સંગીતકારો વાયોલિન વાદક વિનોદભાઈ પટેલ ,તબલવાદક મીનેશ પટેલ, મંજીરાવાદક પ્રતીક પટેલ ,ગાયક જયેશભાઇ પટેલ દ્વારા ભજનો ની રમઝટ બોલવાઈ હતી. વેજલપોર ની અંદર ચાલી રહેલી આ રામકથા રંગ જમાવી રહી છે.જેમાં વેજલપોર , સરઈ , પડઘા તાંતી ઝઘડા તથા આજુબાજુ ગામોના ભાવિકો લાભ લઇ રહ્યા છે.શ્રેતાઓ મહાપ્રસાદ નો લાભ લઇ રહ્યા છે. આવતીકાલે કથામાં સીતારામ વિવાહ ઉત્સવ ઉજવવામાં આવશે.