લગ્ન કરવા માટે ચોરવી પડે છે બીજાની પત્નિ : અનોખો છે પ.આફ્રિકામાં રિવાજ

ડરબન:પશ્ચિમ આફ્રિકામાં રહેતી વોડાબે આદિજાતિ એવી છે જયાં લગ્નને લગતા રિવાજો દરેકને આશ્યર્યચકિત કરે છે. અહીં લગ્ન કરતા પહેલા પુરુષોએ બીજા પુરુષની પત્ની ચોરી કરવી પડે છે. આ રીતે લગ્ન કરવા તે આ જનજાતિની ઓળખ છે. ડેઇલી મેલના અહેવાલ મુજબ, અહીં પ્રથમ કરવા માટે, પરિવારના સભ્યોની સંમતિ જરૂરી છે. પણ જો બીજા લગ્નની વાત હોય તો પહેલા પુરુષોએ બીજા પુરુષની પત્ની ચોરી કરવી પડે છે. આવી સ્થિતિમાં જે લોકો બીજાની પત્નીને ચોરી શકતા નથી, તેઓ ફરીથી લગ્ન કરી શકતા નથી.
અહીંના લોકોએ આ રિવાજ આજે પણ જાળવી રાખ્યો છે, તેથી દર વર્ષે ગેરેવોલ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. જેમાં છોકરાઓ પોશાક પહેરે છે અને ચહેરા પર રંગ લગાવે છે. આ પછી, તેઓ નૃત્ય અને અન્ય ઘણા માધ્યમો દ્વારા અન્યની પત્નીઓને આકર્ષવાનો પ્રયાસ કરે છે.જો કે, આ સમય દરમિયાન એ વાતનું ધ્યાન રાખવું પડશે કે મહિલાના પતિને આ વિશે ખબર ન પડે. આવી સ્થિતિમાં, જો કોઈ સ્ત્રી બીજા પુરુષ સાથે ભાગી જાય, તો લોકો તે બંનેને શોધીને તેમના લગ્ન કરી દે છે. આ પરંપરા અલગ છે.ખાસ વાત એ છે કે આ તહેવારમાં મહિલાઓ જજ બને છે જે પુરુષોની સુંદરતાની કસોટી કરે છે. આવી સ્થિતિમાં જે પુરુષ સૌથી આકર્ષક સાબિત થાય છે, મહિલા ન્યાયાધીશ જો ઇચ્છે તો તેની સાથે લગ્ન કરી શકે છે, ભલે મહિલા ન્યાયાધીશ પહેલાથી જ પરિણીત હોય.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!