નવસારી
નવસારી તાલુકાના પડઘા ગામે શ્રી રણછોડજી મંદિરે ચાલી રહેલી વિશ્વ પ્રસિદ્ધ કથાકાર પ્રફુલભાઈ શુકલની દેવી ભાગવત કથામાં આજે તાપી જ્યંતી ની ઉજવણી કરાઈ.તાપી જ્યંતિનું મહાત્મ્ય વર્ણવતાં કથાકાર પ્રફુલભાઈ શુક્લ એ કહ્યું હતું કે સંસાર ની સૌથી પુરાણી નદી તાપી મૈયા છે.તાપી અને શનિ બંને ભાઈ-બહેન છે.આજે અષાઢ સપ્તમી ના દિવસે પડઘામાં ચાલી રહેલી દેવી ભાગવત કથામાં તાપી મૈયાના જયજયકાર સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.પડઘાના દાનવીર જયેશભાઇ રમેશભાઈ ભક્ત ,ભરતભાઈ મિસ્ત્રી દ્વારા તાપી મૈયાનું પૂજન કરવામાં આવ્યું હતું. નવચંડી યજ્ઞના મનોરથી મુખ્ય યજમાન મનીષાબેન ભરતભાઈ મિસ્ત્રી , હેમલતાબેન રજનીકાંતભાઇ મિસ્ત્રી (સચિન), ચેતનાબેન શૈલેષભાઇ ભાવસાર દ્વારા યજ્ઞ સંપન્ન થયો હતો.આજની કથામાં ચેહરમાતા મરોલીથી પૂ.દિનેશભાઇ મહારાજ પધાર્યા હતા.અને આશીર્વચન આપ્યા હતા. આવતીકાલે કથામાં ચામુંડા પ્રાગટય ઉત્સવ ઉજવવામાં આવશે. ગઈ કાલે કથામાં પધારેલા રઘુભાઈ પ્રજાપતિ (બાજીપુરા) તથા મહિલા ગૃહઉદ્યોગ લિજ્જત પાપડ બુહારી દ્વારા યોગદાન થયું હતું.