વલસાડ
તા. ૨૧ મી જૂનથી સમગ્ર રાજયમાં વોક ઇન વેકસિનેશનનો પ્રારંભ કરાયો છે. વલસાડ જિલ્લામાં આ મહાઅભિયાન અંતર્ગત તા.૧૫/૦૭/૨૦૨૧ના રોજ સાંજે ૪-૦૦ કલાક સુધીમાં કુલ ૭૫ રસીકરણ કેન્દ્રો ઉપર ૫૮૯૩ વ્યક્તિઓનું વેકસીનેશન કરાયું છે. જે મુજબ તાલુકાવાઇઝ વિગતો જોઇએ તો વલસાડ તાલુકામાં ૨૧૬૨, પારડીમાં ૫૦૧, વાપીમાં ૮૯૩, ઉમરગામમાં ૧૨૮૭, ધરમપુરમાં ૪૨૯, કપરાડા ૪૫૪ તેમજ જેટલા વ્યક્તિઓનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અભ્યાસ/ નોકરી અર્થે વિદેશમાં જનારા વ્યક્તિઓ માટે રાજીવગાંધી હોલ ખાતે આજે ૧૬૭ વ્યક્તિઓને વેક્સિનેશન કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં વેકસીનેશનની ઝડપ વધારવામાં આવશે, ત્યારે વલસાડ જિલ્લાના વધુમાં વધુ લોકો વેકસીનશનનો લાભ લઇ કોરોનામુક્ત અભિયાનમાં સહયોગ આપવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.અનિલ પટેલ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.