ગાંધીનગર
પ્રધાનમંત્રીના હસ્તે ૧૬ જુલાઇ-૨૦૨૧ શુક્રવારે ગુજરાતને મળશે અનેકવિધ વિકાસકામોની નવતર ભેટ, નવી દિલ્હીથી વર્ચ્યુઅલ માધ્યમથી વિકાસકામોના લોકાર્પણોની ભેટ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતને આપશે જેમાં કેન્દ્રીય ગૃહમંતત્રી અમિતભાઇ શાહ વિડીયો કોન્ફરન્સથી આ કાર્યક્રમોમાં જોડાશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ, રાજ્યમંત્રી દર્શનાબહેન જરદોશ અને ગુજરાત મંત્રીમંડળના મંત્રીઓ ગાંધીનગરમાં આ કાર્યક્રમોમાં પ્રત્યક્ષપણે સહભાગી થશે. ગાંધીનગરના નવિનીકરણ પામેલા અદ્યતન રેલ્વે સ્ટેશન ૩૧૮ રૂમની સુવિધાસભર ફાઇવસ્ટાર હોટેલના વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. સાયન્સસિટીમાં રૂ. ર૬૪ કરોડના ખર્ચે તૈયાર થયેલી એકવાટિક ગેલેરી-૧ર૭ કરોડના ખર્ચે નિર્માણ થયેલી રોબોટીક ગેલેરી અને રૂ. ૧૪ કરોડના ખર્ચે આકાર પામેલા નેચર પાર્ક એમ ત્રણ નવિન પ્રકલ્પોની ભેટ આપશે. ગાંધીનગરને વારાણસી સાથે જોડતી નવી સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેનનો વર્ચ્યુઅલ પ્રસ્થાન સંકેત આપી પ્રારંભ કરાવશે. ઉપરાંત સુરેન્દ્રનગર-પીપાવાવ ર૬૬ કિ.મીટર રેલ્વે ઇલેકટ્રીફિકેશન કામગીરીનો લોકાર્પણ ગાંધીનગર વરેઠા મેમુ સેવાનો શુભારંભ કરાવશે. પ્રધાનમંત્રીની વતન ભૂમિ વડનગરને સાંકળી લેતા મહેસાણા-વરેઠાના ઇલેકટ્રીફાઇડ બ્રોડગેજ રેલ ખંડનો પ્રજાપર્ણ કરાશે.