ગરબા ક્લાસ સંચાલકોના પરિવારનાં પેટ પર કોરોનાનું ગ્રહણ.. કોરોનાએ ગરબા ક્લાસ સંચાલકોની આજીવિકા છીનવી લેતાં વલસાડ જિલ્લા ગરબા કલાસ સંચાલકોએ કલેક્ટરને રજુઆત કરી

વલસાડ
વલસાડ જિલ્લામાં ગરબા ક્લાસની મંજૂરી અપાઈ તે માટે ગરબા સંચાલકોએ વલસાડ જિલ્લા કલેકટરને રજૂઆત કરી છે.

આ રજૂઆતમાં જણાવ્યા મુજબ હાલમા બધા ગરબા કલાસનાં સંચાલકો સરકારનાં નીતી નિયમોનુસાર ગરબા કલાસીસ ચાલુ કરવાનાં માગીએ છીએ. તથા હાલ કોવીડ -19 ની ગાઈડલાઈનને ધ્યાને લઈને સોશીયલ ડીસટન્સ જળવાય તથા સેનીટાઈઝર તથા માસ્ક અને વધુ પબ્લિક એકઠી ન થાય તેવી રીતે ચુરતપણે આ નિયમોનું પાલન સાથે ગરબા કલાસ શરૂ કરવાની બાંહેધરી આપી હતી. તેમણે જણાવ્યું કે તેઓ ઘણા વર્ષોથી ગરબા કલાસ ચલાવે છે પણ છેલ્લા એક વર્ષથી કોરોનાની મહામારીને કારણે કલાસ બંધ છે. ગત વર્ષ -2020 માં પણ લોકડાઉનનાં કારણે ગરબા ક્લાસીસ બંધ રહેવાથી ઈન્કમ બંધ થઈ ગઈ છે. હાલ કરોનાની મહામારીમાં બીજા ધંધા – રોજગાર પણ બંધ થઈ ગયા છે. તેમજ ગરબા ક્લાસના સંચાલકોની ઈન્કમનો મુખ્ય ભાગ ગરબા કલાસીસ નાં ચાલવા ઉપર આધાર રાખે છે. તો હાલ ઈન્કમનો સ્ત્રોત જ બંધ થઈ ગયો છે. અને ગત વર્ષ 2020 તથા સદર વર્ષ -2021 માં પણ તે જ પરિસ્થિતિ છે. પરિસ્થિતિને ધ્યાનમાં લઈ સરકારએ નીતી નીયમો સાથે હાલ જીમ, સભાગૃહ, સીનેમા હોલ વગેરેને 50 % સંખ્યા સાથે ખોલવાની પરમીશન આપી છે, તેજ રીતે ગરબા ક્લાસીસ હોલની ક્ષમતાનાં 50 % સંખ્યા સાથે શરૂ કરવાની પરવાનગી આપવા માંગ કરી છે. તેમાથી ઈન્કમનો સ્રોત ઊભો થાય અને કરોનાની મહામારીમાં થોડી રાહત થાય અને અન્ય જિલ્લાઓની જેમ વલસાડ જીલ્લામાં પણ ગરબા કલાસ શરૂ થાય એવી આશા તેમણે વ્યક્ત કરી છે. વધુમાં ગરબા રમવાના કારણે માણસોમાં ઊર્જા અને પોઝીટીવીટી આવે છે તથા હેલ્થ ફીટનેશ પણ સારી થાય છે. તો અમોને ગરબો કલાસ શરૂ કરવા મહેરબાની કરશો. આ ઉપરાંત કોવીડ -19 ગાઈડલાઈન તથા ફાયર સેફટી નથા સરકારી લેટેસ્ટ જાહેરનામા તથા કોઈપણ ફેરફાર કે ગાઈડલાઈનને અમે બધા ગરબા સંચાલકો અનુસરવા માટે બાંહેધરી આપીએ છીએ. ગરબા ક્લાસીસ શરૂ કરવા માટેનાં તમામ રુલ્સ, રેગ્યુલેશન , ગાઈડલાઈન, જાહેરનામુ તમામ બધા ગરબા સંચાલકો તમામ પ્રકારનાં નિયમોનુસાર પાલન કરવા માટે તૈયાર છીએ. તેમણે ગરબા કલાસીસ શરૂ કરવાની પરવાનગી આપવા માંગ કરી છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!