ગણપતિની મૂર્તિ બનાવતાં ૨૦ થી વધુ મૂર્તિકારોએ કેમ પહોંચવું પડ્યું વલસાડ કલેકટર દ્વારા શું આ વર્ષે પણ મૂર્તિકારોએ ગણેશ મહોત્સવમાં આજીવિકા ગુમાવવી પડશે?

વલસાડ

ગુજરાત મૂર્તિકાર વેલ્ફેર એસોસિએશનના વલસાડ(સૂચિત)ના સભ્યો દ્વારા વલસાડ જિલ્લા કલેકટરના માધ્યમથી મુખ્ય પ્રધાન અને વડાપ્રધાનને આવેદન પત્ર પાઠવીને આગામી ગણેશ મહોત્સવ દરમ્યાન તેમનો ધંધો રોજગાર કોવિડ ગાઈડલાઈન સાથે કરવા માટે રજુઆત કરી છે.

ગુજરાત રાજયમાં અલગ અલગ શહેરોમાં હિન્દુ ધર્મના આરાધ્ય-પ્રથમ પૂજનીય દેવશ્રી ગણપતિ દાદાની મૂર્તિઓ બનાવવાનું કામ આખુ વર્ષ કામ કરતાં વલસાડ નવસારી જિલ્લાના 20 થી વધુ મૂર્તિકરોએ કરેલી રજુઆતમાં જણાવ્યાં મુજબ ગણેશોત્સવ જ અમો મૂર્તિકારોની આજીવિકાનું એકમાત્ર સાધન છે. આ સિવાય અમો મૂર્તિકારોનું આર્થિક ઉપજનો બીજો કોઈ સ્ત્રોત નથી. અચાનક આવેલ covid – 19 ના લીધે અમો તથા અમારા પરિવારનું જીવન છેલ્લા -૨ વર્ષથી અસ્ત – વ્યસ્ત થઈ ગયેલ છે . ગયા વર્ષે પણ અમો મૂર્તિકારોને પી.ઓ.પી.ની મૂર્તિઓ વેચાણ કરવાની તક ન મળતાં હાલમાં તમામ પી.ઓ.પી. ની મૂર્તિઓ ગોડાઉન – દુકાનમાં ભરેલી હાલતમાં છે , અમો દુકાન ગોડાઉન ભાડેથી રાખીએ છીએ. હાલની પરિસ્થિતીમાં અમો મૂર્તિકારો દુકાનનું ભાડું પણ ભરી શકતા નથી. અમારા સંતાનોની સ્કૂલ ફી ન ભરાતાં ઓનલાઈન શિક્ષણ પણ બંધ થઈ ગયેલ છે. ધંધા – વ્યવસાય માટે લીધેલ બેંકલોન, હાઉસીંગ લોન, વ્હીકલ લોન વગેરેના હપ્તા પણ ભરી શકતા નથી. અમો મૂર્તિકારો ગરીબ – મધ્યમવર્ગના હોય અમારી હાલત ખૂબજ દયનીય છે. આ ધંધા રોજગાર સાથે અમો અમારા પરિવાર તેમજ અમારે ત્યાં કામ કરતાં કારીગરો તથા તેમના પરિવાર એમ હજારો વ્યકિત આ ધંધા સાથે સંકળાયેલા છે.વધુમાં આપ સાહેબને જાણ સારૂ વર્ષ –૨૦૧૨ દરમ્યાન અમો મૂર્તિકારોએ પી.ઓ.પી. મૂર્તિઓ બાબતે પર્યાવરણની કોર્ટ ( N.G.T. ) નેશનલ ગ્રીન ટીબ્યુનલ પ્રિન્સીપલ બેંચ ( ન્યુ દિલ્હી ) માં કેસ દાખલ કરેલ જેનો Application No. 65/2012 ( THC ) છે . જેનો ચુકાદો મૂર્તિકારોની તરફેણમાં આવેલ છે. જેની પ્રત આ સાથે સામેલ કરી છે. અમો મૂર્તિકારો covid – 19 ની ગાઈડલાઈનનું પાલન કરી ધંધો કરીશું . આપ સાહેબ અમારી આર્થિક પરિસ્થિતીને ધ્યાનમાં લઈ અમો મૂર્તિકારોની તરફેણમાં યોગ્ય ન્યાય આપશો એવો ઉલ્લેખ આવેદન પત્રમાં કરવામાં આવ્યો છે

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!