વલસાડ
રાષ્ટ્રપતિ દ્વારા આજરોજ ભારત દેશના જુદા જુદા રાજ્યોના રાજ્યપાલોની ફેરબદલ અને કેટલાક રાજ્યપાલની નિમણૂક કરાઇ છે. જેમાં ગુજરાતના નવસારીના વતની મંગુભાઈ પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવાંતા તેમના સમર્થકોમાં આનંદની લાગણી વ્યાપી ગઇ છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કર્ણાટકના રાજ્ય પાલ તરીકે મધ્યપ્રદેશના નેતા થાવરચંદ ગહેલોત અને મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે ગુજરાતના નેતા મંગુભાઈ પટેલની નિમણૂંક કરી છે.જ્યારે હરિબાબૂ કમભમપતિને મિઝોરમનના અને રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બનાવાયા છે.
આ ઉપરાંત મિઝોમરના રાજ્યપાલ પી. એસ. શ્રીધરન પિલ્લાઈને ગોવાના રાજ્યપાલ, હરિયાણાના રાજ્યપાલ સત્યદેશ નારાયણ આર્યને ત્રિપુરાના રાજ્યપાલ બનાવાયા છે. જ્યારે ત્રિપુરાના રાજ્યપાલ રમેશ બૈસને ઝારખંડના અને હિમચાલ પ્રદેશના રાજ્યપાલ બંડારુ દત્તાત્રેયને હરિયાણાના રાજ્યપાલ તરીકે નિમણૂંક આપાવમાં આવી છે.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
માત્ર ધો.8 પાસ મંગુભાઈ 6 વખત ધારાસભ્યપદે ચૂંટાયા
નવસારી નગરપાલિકાના સભ્યપદથી રાજકીય સફર શરૂ કરનારા મંગુભાઈ પટેલ સતત 6 ટર્મ ધારાસભ્ય રહ્યા હતા. તેઓ 1990થી 1995, 1995થી 1997, 1998થી 2002, 2002થી 2007, 2002થી 2012 અને 2012થી 2017 દરમિયાન ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 1 જૂન 1944ના રોજ જન્મેલા મંગુભાઈ પટેલ 8 ધોરણ પાસ છે. નજીવો અભ્યાસ કર્યો હોવા છતાં તેઓ રાજકીય જીવનમાં ખૂબ જ અગ્રેસર રહ્યા હતાં.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ બનાવાયા બાદ રૂપાણી સરકારમાં તેમને પડતાં મુકાયા હતાં.
કેશુભાઈ સરકાર દરમિયાન મંગુભાઈ પટેલ વર્ષ 1998થી 2002 દરમિયાન રાજ્ય કક્ષાના મંત્રી બન્યા હતા. ત્યાર બાદ નરેન્દ્ર મોદી સરકારમાં 2002થી 2012 સુધી વન અને પર્યાવરણ મંત્રીનો કાર્યભાર સંભાળ્યો હતો. સતત 10 વર્ષ સુધી વન અને પર્યાવરણ મંત્રી પદે રહ્યા બાદ 2013માં તેમને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ રૂપાણી સરકારમાં તેમને પડતાં મુકાયા હતાં.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
PM મોદીએ તેમને ફોન કરી ખબર અંતર પૂછ્યા હતાં
સવા વર્ષ પહેલા કોરોના મહામારીની શરૂઆત થઈ ત્યારે મંગુભાઈ નવસારીમાં પોતાના નિવાસસ્થાને હતા ત્યારે એક ફોન આવ્યો અને જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સાથે વાત કરવા માંગે છે. આ સાંભળીને જ મંગુભાઇ ચોંકી ગયા હતા અને ત્યારબાદ મોદીએ મંગુભાઇ સાથે વ્યક્તિગત વાત કરી તેમના અને પૌત્રના ખબર અંતર પૂછ્યા હતાં.