વલસાડ
તા.૦૨/૦૭/૨૦૨૧ ને શુક્રવારના રોજ સાંજે ૬ કલાકે વલસાડ જીલ્લા રીયલ એસ્ટેટ ડેવલોપર્સ એસોસીએસન તથા જીલ્લાની વિવિધ સંસ્થાઓ ધ્વારા નિવૃત કલેકટર આર.આર.રાવલ, IAS નો વિદાય સમારંભ તથા વલસાડ જીલ્લા પોલીસ વડા ડો.રાજદીપસિહ ઝાલા (SPS) નો સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં નિવૃત કલેકટર આર.આર.રાવલ તેમજ વલસાડ જીલ્લા પોલીસ વડા ડો.રાજદીપસિહ ઝાલા તથા અતિથી વિશેષ તરીકે પારડી વિભાગના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ, વલસાડનાં ધારાસભ્ય ભરતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત એમ.એન.ચાવડા, ડીવાયએસપી (SDPO), એમ.આર.શર્મા, ડી.વાય.એસ.પી. હેડ ક્વાર્ટર, વી.એન.પટેલ, ડી.વાય.એસપી.SC-ST Cell , જે.એન.ગોસ્વામી – પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી., વી.બી.બારડ – પોલીસ ઇન્સ્પેક્ટર, એસ.ઓ.જી. વાપી, વી.ડી.મોરી – પોલીસ ઇન્સ્પેક્ટર, વલસાડ શહેર, અમીરાજ રાણા, પીએસઆઈ રૂરલ પોલીસ, વલસાડ, અનિલભાઈ પટેલ, જીલ્લા આરોગ્ય અધિકારી વગેરેઓની ઉપસ્થિતી રહી હતી.
આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન વલસાડ જીલ્લા રીયલ એસ્ટેટ ડેવલોપર્સ એસોસીએસનનાં પ્રમુખ અશોકભાઈ મંગે દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આમંત્રિત મહેમાનોના કરકમલો દ્વારા દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત દરેક સંસ્થાના પ્રતિનિધિ દ્વારા પુષ્પ ગુચ્છથી કરવામાં આવ્યું હતું. જે બાદ ધારાસભ્ય કનુભાઈ દેસાઈ તથા ધારાસભ્ય ભરતભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે સ્વામીનારાયણ મંદિરના મહંત પરમ પૂજ્ય કોઠારી સ્વામી મહારાજે આશીર્વચન આપી નિવૃત જિલ્લા કલેકટર રાજુભાઇ રાવલનું શેષ જીવન સુખમય પસાર થાય એવી શુભેચ્છાઓ પાઠવી હતી.
ઉમરગામના અપહ્યત જીતુભાઈ નામના કોન્ટ્રાકટરને ખંડણીખોરોની ચુંગાલમાંથી આબાદ બચાવી લાવવા બદલ ડો.રાજદીપસિહ ઝાલા (SPS) જીલ્લા પોલીસ વડા, વલસાડને સન્માન પત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. ત્યારબાદ નિવૃત કલેકટર આર.આર.રાવલનું સન્માન પત્ર અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ડો.રાજદીપસિહ ઝાલા તથા આર.આર.રાવલે પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. રિયલ એસ્ટેટના સેક્રેટરી ચેતન ભાનુશાલીએ સૌ મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યકર્મનું સંચાલન હર્ષદભાઈ માવાણી, રણજીતસિંહ દેસાઈએ કર્યું હતું. ચા, પાણી, જમવાની વ્યવસ્થા બીપીનભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમની રૂપરેખા કિશોરભાઈ ભાનુશાલી, દેવસીભાઈ ભાટુ, હિતેશભાઈ ફળદુ, કલ્યાણભાઈ ભાનુશાલી, રાજાભાઈ ભાનુશાલી, હર્ષદભાઈ કટારીયા, ગીરીશભાઈ ભાનુશાલી, ભાવ્લેશ કોટડીયા, વસંતભાઈ જોઇસરએ તૈયાર કરી હતી. જેમાં વલસાડ જીલ્લાના બિલ્ડરો તથા સહયોગી સંસ્થાઓના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન (1) વલસાડ જીલ્લારીયલ એસ્ટેટ ડેવલોપર્સ એસોસીએસન, (૨) વાપી રીયલ એસ્ટેટ ડેવલોપર્સ એસોસીએસન, (3) વલસાડ જીલ્લા કવોરી એસોસીએસન, (૪) વલસાડ તાલુકા હોલસેલ વેપારી મહામંડળ, (૫) વલસાડ ડીસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, (૬) આર.એન.સી. ફ્રી આઈ હોસ્પિટલ, (૭) લાયન્સ ક્લબ વલસાડ, તીથલ રોડ, (૮) લાયન્સ ક્લબ ઓફ બલસાર, (૯) શ્રી સત્ય સાંઈ સેવા સમિતિ, વલસાડ, (૧૦)ઉમિયા સોશિયલ ગ્રુપ અને (૧૧) વલસાડ રક્ત કેન્દ્ર દ્વારા કરવામાં આવ્યું હતું.