વલસાડ
નશાકારક પદાર્થોના દુરુપયોગ અને ગેરકાયદેસર વેપાર-૨૦૨૧ દિનની ઉજવણી અંતર્ગત વલસાડ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી અને નશાબંધી અને આબકારી કચેરીના સહયોગથી સંયુકત ઉપક્રમે “Share Facts On Drugs, Save Lives” વિષય ઉપર વેબીનાર યોજાયો હતો.
આ વેબીનારમાં “Share Facts On Drugs, Save Lives” વિષય ઉપર વિદ્યાર્થીઓને નશાબંધી અંગે જરૂરી માર્ગદર્શન આપવ તેમજ ભવિષ્યમાં તેઓ કોઇપણ કારણોસર નશો ન કરે તે માટે અને સમાજને નશાથી મુક્ત કરવાના ઉમદા હેતુ સાથે સમજ આપવામાં આવી હતી. શિક્ષકો, સંસ્થા, કોલેજના પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ સાથે વિવિધ પ્રશ્નોની યોજાયેલી ચર્ચામાં વક્તાઓ દ્વારા જરૂરી સમજૂતી આપવામાં આવી હતી.
જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી બી.પી.ચુડાસમા, નાયબ પોલીસ અધિક્ષકશ્રી મનોજસિંહ ચાવડા, નશાબંધી અને આબકારી અધિક્ષક જે.એન.તન્ના, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, કુ.જસ્મીન એમ.પંચાલ વેબીનારમાં જોડાયા હતા.