કપરાડા તાલુકાના આરોગ્ય નાનાપોંઢા કેન્દ્ર ખાતે ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરીની આગેવાની હેઠળ વેક્સિનેશન મહાઅભિયાન શરૂ કરાયું…

હાલે સમગ્ર વિશ્વ સહિત ભારત દેશમાં કોરોનાની મહામારી એ જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે ત્યારે ભારત દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા દેશના તમામ નાગરિકોની સ્વાસ્થ્યની ચિંતા કરી વેક્સિનેશન કાર્યક્રમ શરૂ કર્યો છે જે અંતર્ગત ગુજરાતમાં 21 જૂન 2021 થી વેક્સિનેશન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોન્ડા ખાતે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વેક્સિનેશન મહાઅભિયાન વેગ અપાવવા કપરાડાના ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરી જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી ગુલાબભાઈ રાઉત જિલ્લા ઉપપ્રમુખ શ્રી મુકેશભાઈ પટેલ કપરાડા તાલુકા પ્રમુખ શ્રી રમેશભાઈ ગાવિત મામલતદાર શ્રી સુરાજી તાલુકા વિકાસ અધિકારી શ્રી ગાયકવાડ અને તાલુકા હેલ્થ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કોરોના સામે ની લડત માં વેક્સિન નું મહત્વ સમજાવી લોકોને વધુ ને વધુ માત્રામાં વેક્સિન લેવા માટે પ્રેરણા આપી હતી…

Share this post

error: Gujarat Alert Content is protected !!