ખેરગામ
ઘેજના નાના ડુંભરિયાનો યુવાન મામાને ત્યાં ફર્નિચરનું કામ કરવા જાઉં છું કહી ઘરેથી નીકળ્યા બાદ ગુમ હતો . બાદમાં પરિવારે શોધખોળ કરતાં ઘરમાંથી એક નોટ મળી આવી હતી . જેમાં પ્રેમસંબંધમાં નિષ્ફળ જતાં ઘર છોડવાનું કારણ લખ્યું હતું .
આ બાબતે પરિવારે પોલીસને જાણ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે . નાના ડુંભરિયાંના બચુ પટેલનો દીકરો વિકાસ (ઉ .28) નોકરી કરતો હતો . લોકડાઉનને કારણે વિકાસને નોકરીમાંથી છૂટો કરાતાં એક વર્ષથી ઘરે જ હતો. ગત તા .17 મીએ કલવાડા મામા નરેશ પટેલને ત્યાં જાઉં છું કહી નીકળ્યો હતો. પરિવારે નરેશભાઈએ ફોન કરતાં ખબર પડી વિકાસ ગયો જ ન હતો. આથી વિકાસને ફોન કરતાં ફોન સ્વિચ ઓફ આવતાં પરિવારને શંકા જતા રૂમમાંથી એક નોટ મળી આવી હતી. જેમાં લખ્યું હતું “ સોરી , મમ્મી – પપ્પા , હું છેલ્લા એક મહિનાથી ટેન્શનમાં હું પાંચ વર્ષથી રીટા (નામ બદલ્યુ છે ) સાથે રિલેશનમાં હતો . પરંતુ નાંધઈના કૌશિક પટેલે રીટાને 20 હજાર રૂપિયા આપીને
એની ગર્લફ્રેન્ડ બનાવી લીધી છે. કૌશિકને પણ વાતની ખબર હતી જ કે હું અને રીટા એકબીજાને પ્રેમ કરીએ છીએ . છતાં તેણે આવું કર્યું. કૌશિક લોકોને એક જ જવાબ આપતો હતો કે , જો પોલીસ સ્ટેશનમાં આ વાત જશે છોકરી અમારા બાજુથી બોલશે એટલે તમારું કંઈ નહીં થાય. બીજી તરફ રીટાની મમ્મી કહે છે કે, કૌશિક તો ભાઈ થાય. પણ કૌશિકને પૂછતાં તેણે કહ્યું હતું કે, અમે લગ્ન કરવાના છીએ. આથી જે કંઈ કરું એની જવાબદારી કૌશિકની રહેશે. આ ઘટનાની ખેરગામ પોલીસે વધુ તપાસ હાથ ધરતા વિકાસ ડાંગથી મળી આવ્યો હતો. યુવાન અંગે પરિવારે ખેરગામ પોલીસ મથકે ફરિયાદ આપી હતી . જો કે આજે ડાંગના વાગતઆંબા ગામે રહેતા સુનિલ ચૌધરીના ઘરેથી વિકાસ મળી આવ્યો હતો . પરિવાર યુવકને લઈ મોડી સાંજે ખેરગામ પોલીસ મથકે હાજર થયો હતો. બનાવ ખેરગામ પંથકમાં ચર્ચાનો વિષય બન્યો હતો.