વલસાડના ડુંગરીમાં ગૌતસ્કરી અટકાવવા જતાં ચાલકે ટેમ્પો ચઢાવી દેતા ગૌરક્ષક એવાં વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાનાં ભત્રીજા હાર્દિક કંસારાનું મોત: જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ: DSP ડૉ. રાજદીપસિંહ ઝાલા ઘટનાસ્થળે પહોંચ્યા.

વલસાડ ડુંગરી નજીક બામખાડી પાસે ગૌવંશને કતલખાને લઈ જતા અટકાવી રહેલા એક ગૌરક્ષકનું ગૌતસ્કરી વાળા ટેમ્પોની અડફેટે આવી જતા ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું મોતને ભેટેલા હાર્દિક કંસારાએ 11 ગૌવંશને બચાવી લીધા હતા

વલસાડ અને ડુંગરી વચ્ચે 17 જૂનની મોડી રાત્રે ગૌવંશની તસ્કરી થવાની હોવાની ચોક્કસ બાતમી મળતા વલસાડના ગૌરક્ષક હાર્દિક કંસારા અને તેની ટીમ ડુંગરી વિસ્તારમાં વોચ પર બેઠા હતા તે દરમિયાન બાતમી વાળો ટેમ્પો નંબર MH – 04 – FD – 2714 આવતા ગૌરક્ષકોએ તેને અટકાવવાનો ઈશારો કરતા ટેમ્પોચાલકે ટેમ્પો ઉભો ન રાખતા ભગવા જતા વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખના ભત્રીજા હાર્દિક કંસારાને ટેમ્પાએ અડફેટે લેતા હાર્દિકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજયું હતું ટેમ્પોચાલક અકસ્માત સર્જી ટેમ્પો મુકી ફરાર થઈ ગયો હતો બનાવની જાણ ડુંગરી પોલીસને થતા ડુંગરી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે  ગૌવંશની તસ્કરીના ટેમ્પામાંથી પોલીસને 10 ગાય અને એક નંદી મહારાજ મળી કુલ 11 ગૌવંશ ભરેલો ટેમ્પો ઘટના સ્થળેથી મળી આવ્યો હતો  બનાવની જાણ ઉચ્ચ અધિકારીઓને થતા તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે વલસાડ ગૌ રક્ષકોની ટીમને મળેલી બાતમીના આધારે વલસાડથી એક ટેમ્પો ન . MH – 04 – FD – 2714 ગૌવંશ ભરી ડુંગરી તરફ જઈ રહ્યા હોવાની બાતમી મળી હતી  મળેલી બાતમીના આધારે વલસાડ ગૌરક્ષક દળની ટીમ ડુંગરી પોલીસની સાથે વોચમાં ઉભી હતી . જે દરમિયાન બાતમી વાળો ટેમ્પો આવતા હાર્દિક અને તેના સાથીઓએ ટેમ્પાને અટકાવવાનો ઈશારો કર્યો હતો  તેમ છતા વલસાડથી ગૌવંશ ભરી જઈ રહેલા ટેમ્પો ચાલકે ટેમ્પો ઉભો રાખવાની જગ્યાએ ભાગવા જતા ટેમ્પો ચાલકે ગૌરક્ષક હાર્દિક કંસારા ઉપર ટેમ્પો ચઢાવી અકસ્માત સર્યો હતો અકસ્માત કરી ઘટના સ્થળે ટેમ્પો મૂકી ટેમ્પો ચાલક ફરાર થઈ ગયો હતો ગૌરક્ષકનું ગૌવંશની રક્ષા કરતા મોત નીપજ્યું હોવાની બનાવની જાણ જિલ્લાના ગૌરક્ષકોને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા.  બામખાડી ખાતે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો ટેમ્પો ચાલકને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે આજરોજ જિલ્લા પોલીસ વડા ડો.રાજદીપસિંહ ઝાલા એ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!