હાફૂસ નહીં, વલસાડી હાફૂસ! વિશ્વ બજારમાં હાફુસને “વલસાડી હાફૂસ” તરીકે ઓળખ અપાવવા રજુઆત

વલસાડ
વલસાડ જિલ્લો છેલ્લા ઘણા વર્ષોથી સમગ્ર ગુજરાત સહિત ભારત દેશ અને વિદેશોમાં પણ કેરીના પાક માટે ખૂબ જ આગવી ઓળખ ધરાવે છે. વલસાડ જિલ્લાની કેરીઓમાં વલસાડી હાફૂસ કેરી ખુબજ પ્રસિદ્ધ છે. વલસાડી હાફૂસ કેરીને જીઆઇ પેટર્ન કરાવવા માટે નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે રજૂઆત કરવામાં આવી હતી. નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે યુનિવર્સિટીના વી.સી. ઝીણાભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ વલસાડી હાફૂસને જીઆઇ પેટર્ન કરાવવા માટે ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના મંત્રી આશિષભાઈ દેસાઈ, વલસાડ જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ હિતેશભાઈ પટેલ, મહામંત્રી કમલેશભાઈ દેસાઈ ખેડૂત આગેવાન રૂપેશભાઈ પટેલ તેમજ હર્ષદભાઈ દેસાઈ દ્વારા આ અંગે યોગ્ય રજૂઆતો કરવામાં આવી હતી. અને આગામી દિવસોમાં વલસાડની હાફૂસ કેરી વલસાડી હાફૂસ તરીકે જ વિશ્વ બજારમાં વેચાણમાં ઓળખાવી જોઈએ એવી રજૂઆત કરી હતી. આ તબક્કે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચાના પ્રમુખ હિતેશભાઈ પટેલ દ્વારા જિલ્લામાં વધી રહેલો ફળમાખીના ઉપદ્રવને નાશ કરવા માટે યુનિવર્સિટી તેમજ ખેડૂતો દ્વારા સંયુક્ત ઝુંબેશ ચલાવી આ સમસ્યાનો નિરાકરણ આવે એવી રજૂઆત કરી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!