કપરાંડા
જીવન માટે અનિવાર્ય ઓક્સિજન, અન્ન અને પાણી પૈકી એવા ઓક્સિજન આપણને વૃક્ષોમાંથી મળે છે.વૃક્ષનું મહત્ત્વ સમજી આવનારા સમયમાં વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરી તે મોટા થાય ત્યાં સુધી તેનું જતન અને સંવર્ધન થાય તેવા સૌને પ્રયાસો હાથ ધરવા પડશે. આપ સૌને સૌને મોટી સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરવાનો અનુરોધ કરું છું.
ઓક્સિજન આપતા વૃક્ષ આપણા ઘરની આસપાસ વાવીશું તો શુદ્ધ વાતાવરણ મળી રહેશે. વૃક્ષ જમીનનું ધોવાણ અટકાવે છે.
આજે કપરાડા તાલુકાના કાકડકોપર ગામેવૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ કપરાડાના કાકડકોપર ગામ ખાતે ૭૦૦ વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જે કાર્યક્રમમાં કપરાડા ધારાસભ્ય જીતુભાઇ એચ. ચૌધરી, જિ.પ. કારોબારી અધ્યક્ષ ગુલાબભાઈ રાઉત, જિ.પ. સભ્ય કેતનભાઈ પટેલ, એટીવીટી સભ્ય રઘુભાઈ ગાંવિત, સરપંચ ઇન્ચાર્જ ગણેશભાઈ, સમાજસેવી ત્રિલોકીનાથ યાદવ સહિત નગરજનો હાજર રહયા હતા.