ખેરગામ
પચાસ વર્ષોથી દોડતી હાલમાં એકમાત્ર આહવા ખેરગામ વલસાડ રાત્રી રોકાણ કરતી ટપાલી બસ સેવામાં આહવા ડેપોએ મનસ્વીપણે છિપવાડ થઈને સીધી દોડાવવાના બદલે વાયા ધરમપુર ચોકડી દોડાવી રૂપિયા ત્રણ ભાડું વધારી દીધું હતું.
હાલમાં ધરમપુર રેલ ઉડાણસેતુના 20 દિવસીય કામકાજના લીધે વાહન વ્યવહાર બંધ હોય વાપી ધરમપુર તરફની લક્ઝરી અને સ્લીપર સિવાયની વલસાડ-ખેરગામની તમામ બસો ગુંદલાવ ચોકડી છિપવાડ થઈને દોડે છે. છતાં આહવા ડેપોની આ બસ ગુંદલાવથી કુંડી ફાટક થઈને બારેક કિલોમીટરનો વધુ ચકરાવો, પંદરેક મિનીટ વધુ સમય અને ત્રણ રૂપિયા વધારી 21 રૂપિયા લઈને દોડે છે, જેમાં એસટીનુ રોજનું ૫૦૦થી વધુ રૂપિયાનું ડિઝલ બળે છે.
આ બાબતે ખેરગામના જાગૃત ઈ.સરપંચ કાર્તિક પટેલે વિભાગીય નિયામકને લેખિત જણાવી નિગમ અને મુસાફરોને રોજ થતુ નુકશાન અટકાવવા વિનંતી કરી હતી. જે સંદર્ભમાં શુક્રવારથી ભાડુ રુ.૧૮ કરી દેતા મુસાફરોને ખૂબ જ રાહત થઈ છે, પરંતુ બસ નંબર ૫૫૪૭ માં ડાબી બાજુ સ્ટિયરીન્ગ વળાંક લેતું નથી-હાફટર્ન હોય વાયા કુંડી ફાટકનો ચકરાવો ખવડાવતા નિગમને નુકસાન થાય છે. સંપૂર્ણ સ્ટેરીંગ કાર્યરત હોય તેવી બસ ફાળવવા અને ગુંદલાવથી છીપવાડ થઈને દોડાવતાં પ્રવાસી, નિગમ અને ક્રૂને પણ રાહત થશે. ઓવરબ્રિજ ચાલુ થતા આ બસ છિપવાડ થઈને જ અસલ રસ્તે દોડવી જોઇએ અને જો ધરમપુર ચોકડી થઈને દોડાવે તો તેમાં ભાડું વધવું જોઇએ નહીં એવી પણ મુસાફરોની માંગ છે.
નિગમ લોકલ બસમાં જીપીએસ નહીં લગાવીને બચત કરી શકે છે.પણ ૫૫૪૭ નંબરની બસમાં છેલ્લા પાંચ દિવસમાં એક જ દિવસ જીપીએસ ડેટા બતાવતું હતું. તા.૧૩/૬ના રોજ વઘઈ ૮-૪૩ એ ઉપડી આહવા ખાતે ૧૧-૧૯ પહોંચવાનો સમય બતાવતું હતું. વાસ્તવમાં બસ 9:30 વાગ્યા પહેલા પહોંચી જાય છે. જેથી જીપીએસથી નિગમને દેખિતો કોઈપણ સીધો લાભ નથી. છતાં તેના ઇજારદારને લહાણી કરાવી ખોટ વધારે છે.