ખેરગામ
ગુજરાત રાધેશ્યામ પરિવારના પ્રેરણાસ્રોત કથાકાર પ્રફુલભાઈ શુકલએ ઉમરગામ થી અંબાજી અને અંબાજી થી અબડાસા સુધીના જીલ્લા પ્રતિનિધિઓને વિડિયો કૉલથી સંબોધન કરતા કહ્યુ કે જાતપાતની મહામારીનો રોગ કોરોના કરતા પણ ભયંકર ઘાતક બની શકે છે. હું બ્રાહ્મણ.. તું પટેલ.. પેલો વાણિયો..આ આદિવાસી… પેલો મુસ્લિમ .. મરાઠી.. પંજાબી.. રાજસ્થાની.. આ બધા જાતિવાદ સમાજ માટે ઘાતક વાયરસ જેવા છે અને એને માટે રાષ્ટ્રવાદરૂપી વેક્સિન જ રામબાણ ઈલાજ છે.
ચોમાસુ આવે એટલે જેમ દેડકાં સક્રિય થાય એમ ચૂંટણી આવે એટલે સમાજ ના અલગતાવાદી પરીબળો સક્રિય થઈ રહ્યા છે, એ રાષ્ટ્રીય એકતાના પરિબળ માટે ચિંતાજનક છે. રાષ્ટ્રને માથે આવી પડેલી સદીની ભયંકર આપત્તિમાંથી માંડ માંડ દેશ-ગુજરાત બહાર આવી રહ્યું છે ત્યારે જાતી-પાતી-કોમના ચોકા ઊભા કરવાને બદલે રાષ્ટ્રના વિકાસ વિશ્વ ગુરુ અને અખંડ હિ્દુસ્તાનનું લક્ષ્ય લઈને ચાલવું જોઇએ. જાતિવાદ ઊભા કરનારાઓ આતંકવાદી કરતા પણ દેશને ભયંકર નુકસાનકારક છે, એટલે તમામ સમાજને બહારવટીયાઓ કરતા આવા અંદરવટીયાઓનો ડર વધારે છે. માટે બધાને સાવધાન થઈ અને રાષ્ટ્રનિર્માણના કાર્યમા લાગી જવા પ્રફુલભાઈ શુકલએ અનુરોધ કર્યો છે.વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ને પ્રતિવર્ષ યોજાતો *”સંસ્કૃતિ રક્ષા મિલન સમારોહ”* આ વર્ષે મુલતવી રાખવામાં આવ્યો છે અને તેના બદલે આ સંદેશ પાઠવ્યો છે.