ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાંના મંત્રીપદે ઐયુબખાન પઠાણની વરણી: કાર્યકરોમાં ઉત્સાહ

બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લાનાં દાંતા તાલુકાનાં નવાવાસ ગામનાં ખૂબ જ સક્રિય અને મળતાવડાં સ્વભાવના ઐયુબખાન ભૂરખાન પઠાણની ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના મંત્રી તરીકે નિમણુંક કરાઈ છે. તેમની નિમણૂકથી સમર્થકોમાં ભારે ઉત્સાહ વર્તાયો છે.

૧૯૯૮ થી ભાજપ સાથે સક્રિય રહેલાં અયુબખાનને ૧૯૯૯ થી ર૦૦ર દરમિયાન દાંતા તાલુકા ભાજપ લઘુમતી મોરચાંના પ્રમુખ, ર૦૦ર થી ૨૦૦૬ દરમિયાન જીલ્લા ભાજપ લઘુમતી મોરયો ( બનાસકાંઠા )ના ઉપપ્રમુખ, ૨૦૦૬ થી ૨૦૧૦ જીલ્લા ભાજપ લઘુમતી મોરયો ( બનાસકાંઠા ) મંત્રી, ૨૦૧૦ થી ૨૦૧૩ જીલ્લા ભાજપ લઘુમતી મોરયો ( બનાસકાંઠા ) મહામંત્રી, ૨૦૧૩ થી ર૦૧૭ જીલ્લા ભાજપ લઘુમતી મોરચો (બનાસકાંઠા ) પ્રભારી, ર ૦૧૭ થી ૨૦૨૧ જીલ્લા ભાજપ લઘુમતી મોરયો ( બનાસકાંઠા ) પ્રમુખ રહ્યાં હતાં. ઉપરાંત તેઓ હાલમાં શ્રી સદગુરુ મગનરામ મહારાજ ચેરીટેબલ ટ્રસ્ટ (બનાસકાંઠા) પ્રમુખ, મુસ્લિમ સમાજ વિકાસ ટ્રસ્ટ બનાસકાંઠાના પ્રમુખ, અંજુમન વેલ્ફર ટ્રસ્ટ બનાસકાંઠાના પ્રમુખ, સમસ્ત મુસ્લિમ એજ્યુકેશન વિકાસ ટ્રસ્ટ બનાસકાંઠાના મંત્રી તરીકે તેઓ કાર્યરત છે. બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન અને ક્વોરી ઉદ્યોગ સાથે સંકળાયેલા એયુબખાન પઠાણ કાર્યકરોમાં બહોળી લોકચાહના ધરાવે છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!