વાપી
વાપીની ક્રિએટિવ ગારમેંન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા વાપીની શ્રેયસ મેડિકેર જનસેવા હોસ્પિટલ તથા હરિયા હોસ્પિટલ ખાતે પી.પી.ઈ. કીટ અને બેડશીટનું દાન કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન કંપનીનાં હોદ્દેદારો પવન મલ્હોત્રા, પ્રમોદ અગ્રવાલ અને કિશોર કુનાલ તથા સંસ્થા તરફથી ટ્રસ્ટી નિમેષ વશી, નવીનકુમાર ભૂરત અંને પરિતોષ જોશી હાજર રહ્યા હતા. હોસ્પિટલના ટ્રસ્ટીઓએ દાતાઓનો ખૂબ ખૂબ આભાર માની તેમની સેવાકીય પ્રવૃતિઓની સરાહના કરી હતી.