વલસાડના ઊંટડીમાં એવું તો શું થયું કે મધરાતે પ્રેમિકાના ઘરે પ્રેમીને પકડીને માર મરાયો?

વલસાડ
વલસાડ નજીકના ઊંટડી ગમે મધરાતે પ્રેમિકાના પરિજનોએ પ્રેમીને પકડીને માર માર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પ્રેમિકાએ પ્રેમીને ઘરે ચાર્જર આપવા બોલાવ્યા બાદ પ્રેમિકાના ઘરવાળાએ પ્રેમીને લાકડા વડે માર માર્યો હતો. જેથી તેમને ઈજા થતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની નોબત આવી હતી.

માહિતી પ્રાપ્ત અનુસાર વલસાડ તાલુકાના ડુંગરી નજીક ઉટડી, ડીપી ફળિયામાં રહેતા દક્ષાબેન અશોકભાઇ કોળી પટેલ ઘરકામ કરીને પરીવારનું ગુજરાન ચલાવે છે. સંતાનમાં બે છોકરીઓ એક છોકરો છે. હર્ષ ફાયર એન્ડ સેફ્ટી ધંધો કરે છે. ફળિયામાં રહેતી કરીના(નામ બદલ્યું છે) સાથે હર્ષનો ઘણા સમયથી પ્રેમ સંબંધ હોય જેની જાણ ગ્રામજનોને પણ છે. કરીનાનો મોબાઈલનું ચાર્જર ખરાબ થઈ જતા કરીના પ્રેમી હર્ષને પોતાના ફોનથી મેસેજ કરીને ચાર્જર ઘરે આપી જવાનું જણાવ્યું હતું. જ્યારે હર્ષે પણ જણાવ્યું હતું કે તમારા ઘરવાળા સૂઈ જાય પછી રાત્રે એક વાગે આવીને હું ચાર્જર આપી જઈશ. રાત્રે એક વાગ્યે હર્ષ કરીનાના ઘરે ચાર્જર આપવા ગયો હતો. ચાર્જર આપીને પરત ફરતો જવા નીકળ્યો ત્યારે કરીનાના પપ્પા તથા અન્ય પરિવારજનોએ ત્યાં ઉભી રહીને હર્ષને અટકાવ્યો હતો. હર્ષને તેમણે મારી પુત્રી સાથે પ્રેમ સંબંધ તોડી નાખ ત્યારે હર્ષે ના પાડી દીધી હતી. જેથી કારીનાના પરિવારજનો એકદમ ઉશ્કેરાઇ ગયા હતા. ગાળાગાળી કરીને લાકડા વડે હર્ષને ઢોર માર માર્યો હતો. ત્યાં હર્ષના પરિવારજનો પણ આવી જતા તેને છોડાવ્યો હતો. હર્ષને ઈજા થતાં સારવાર અર્થે 108 મારફતે વલસાડની સીવીલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવ અંગે ડુંગરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!