મગોદડુંગરી DJ ડાન્સે પોલીસ દાદાનો ભોગ લીધો: જમાદાર સસ્પેન્ડ: PSI સામે ઇન્કવાયરી

વલસાડ
વલસાડ તાલૂકાના મગોદડુંગરી ગામે લગ્ન પ્રસંગે ડીજે વગાડવામાં વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં જાહેરનામાનો ભંગ કરેલ હોય જે અંગે પોલીસે ગુનો નોંધી ૩ની ધરપકડ કરી હતી જેમાં બેદરકારી રાખનાર અતુલ પોલીસના જમાદાર ને સસ્પેન્ડ કર્યો છે અને પીએસઆઇ સામે તપાસનો આદેશ કર્યો છે
: વલસાડ જિલ્લામાં કોરોના મહામારીને ધ્યાને રાખીને જિલ્લા કલેક્ટર આર.આર. રાવલે એક જાહેરનામું પ્રસિદ્ધ કરીને જિલ્લામાં લગ્નસરાની પ્રસંગો 50 માણસોની હાજરીમાં મનાવવા છૂટ આપવામાં આવી હતી. સાથે ડિજે પાર્ટી કે બેન્ડ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. સાથે લગ્નસરાના પ્રસંગોમાં કોવિડના નિયમોનું ચેકિંગ કરવા પોલીસ અને મામલતદારને સૂચના આપવામાં આવી હતી. પોલીસ મથક હદ વિસ્તારમાં આવતા લગ્ન પ્રસંગોમાં આગલા દિવસે લઈને લગ્ન આયોજકોને કોવિડના નિયમોનું પાલન કરવા સૂચનાઓ આપવામાં આવે છે.
વલસાડ તાલુકાના મગોદડુંગરી હનુમાન ફળિયામાં રહેતા મનોજકુમાર કૃષ્ણાભાઈ ટંડેલ તેમના મામાના છોકરો રોનીત સુરેશ પટેલના લગ્ન હોય જેમાં રાત્રે ડીજે નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીજે માં ગરબા તથા ડિસ્કો કરતા લોકો જોવા મળ્યા હતા જેમાં સોશ્યલ ડિસ્ટન્સ નું પાલન ન થયું હતું જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં વીડિયોના આધારે વલસાડ રૂરલ પોલીસની ટીમે મગોદ ડુંગળી હનુમાન ફળિયામાં રહેતા મનોજકુમાર કૃષ્ણાભાઈ ટંડેલ તથા ડીજે ઓપરેટર મહેગામ માછીવાડ નવચેતન ફળિયામાં રહેતા મનોજભાઈ છનાભાઈ પટેલ તથા અન્ય એક મળીને ત્રણ ની સામે ગુનો દાખલ થયો હતો જેમાં પોલીસે ત્રણેની ધરપકડ કરી હતી અને આ કેસમાં વલસાડ એસપી ડો. રાજદીપસિંહ ઝાલાએ ફરજ ઉપર બેદરકારી દાખવનાર બીટ જામદાર અતુલ ચોકીના એએસઆઇ ચતુરભાઈ કુબેરભાઈને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યો છે.
જ્યારે આ બાબતે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રાજદીપસિંહ ઝાલાએ રૂરલ પોલીસ મથકના પીએસઆઇ અમીરાજ રાણા અને મગોદડુંગરીમા નાઈટ પેટ્રોલિંગ કરનાર જીઆરડી જવાન અને પોલીસ જવાનો સામે ખાતાકીય તપાસ સોપવામાં આવી છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!