વલસાડ
વલસાડ તાલુકાના મગોદડુંગરી ગામે લગ્ન પ્રસંગે રાત્રે ડીજેના તાલે લોકો ઝુમતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં કેટલાક લોકો માસ્ક પણ નથી પહેર્યા અને સોશિયલ ડિસ્ટન્સ પણ ન રાખ્યું હતું. કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરતાં રૂરલ પોલીસે સંચાલકની સામે તથા ડીજે ઓપરેટરની સામે ગુનો દાખલ કરી બંનેની ધરપકડ કરી છે. અને સાઉન્ડ સિસ્ટમ પણ જપ્ત કર્યું છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હાલમાં કોરોનાને લઈને વલસાડ જિલ્લામાં ૫૦ વ્યક્તિઓ સાથે લગ્ન પ્રસંગ ઉજવવાનું કોવિડની ગાઈડલાઈન મુજબ જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં વલસાડના કોસંબા ગામે લગ્ન પ્રસંગમાં યુવાનો સ્પીકર વઞાડીને નાચતા સોશિયલ મીડિયા વિડીયો વાયરલ થયો હતો. જેમાં પોલીસે કાર્યવાહી કરી નથી. જ્યારે ગતરોજ રાત્રે વલસાડ તાલુકાના ડુંગરી હનુમાન ફળિયામાં રહેતા મનોજકુમાર કૃષ્ણભાઈ ટંડેલ અને એમના મામાનો છોકરો રોનીત સુરેશભાઈ પટેલના લગ્ન હોય રાત્રે ડીજે વગાડીને ગરબાને ડિસ્કો કરતા હતા. જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો. વીડિયોમાં પુરુષ કે મહિલાઓ માસ્ક વગર ગરબા ડીજેના તાલે ઝુમતા દેખાયા હતા. જેની ફરિયાદ ૧૦૦ નંબર પર કરી હતી. જ્યારે વલસાડ રૂરલ પોલીસની ટીમ મગોદ ડુંગરી ગામે પહોંચતા ત્યાં લગ્નનો માહોલ જામ્યો હતો અને સોશિયલ ડિસ્ટન્સ પણ ના હોય જેને લઈને પોલીસની ટીમે લગ્ન આયોજક મનોજ કૃષ્ણભાઈ ટડેલને બહાર બોલાવીને એમના પર પરમીટની માંગણી કરી હતી. જ્યારે એમના પર પરમીટ હતી પણ ડીજેની પરવાનગી ન હતી. ૫૦થી વધુ લોકો હોય કલેકટરના જાહેરનામાનો ભંગ કરતા પોલીસે આયોજક મનોજકુમાર કૃષ્ણભાઈ ટંડેલ તથા ડીજે ઓપરેટર મેહગામ માછીવાડ નવચેતન ફળિયામાં રહેતો મનોજ છનાભાઈ ટંડેલ સામે ગુનો દાખલ કર્યો હતો.પોલીસે રૂ.૭૯,૫૦૦ ની કિંમતનું ડીજે સાઉન્ડ સિસ્ટમ જપ્ત કર્યું હતું.